<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ગજરો પહેરીને એરપોર્ટ પર જવાનું એક લાખ રૂપિયામાં પડયું

કોચી,તા.૦૯: મલયાલી અભિનેત્રી નવ્‍યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને એર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્‍ય લાગતી આ બાબત માટે ઓસ્‍ટ્રેલિયામાં તેણે એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્‍યો હતો. નવ્‍યા અસોસિએશન ઓફ વિક્‍ટોરિયા દ્વારા આયોજિત ઓણમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓસ્‍ટ્રેલિયા જઈ રહી હતી. ટ્રેડિશનલ કાર્યક્રમ હોવાથી તે પરંપરાગત સાડી અને માથે લાંબો ગજરો પહેરીને ગઈ હતી. જોકે મેલબર્ન ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર તેને ગજરાને કારણે રોકવામાં આવી અને ૧૫ સેન્‍ટિમીટર લાંબા ફૂલોના ગજરા માટે એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. નવ્‍યા કહે છે, ‘હું અહીં આવવા નીકળી ત્‍યારે મારા પપ્‍પાએ મને ચમેલીનો ગજરો ખરીદી આપ્‍યો હતો. તેમણે એને બે ભાગમાં કાપીને મને આપ્‍યો. એક મેં પહેરી લીધો અને બીજો હેન્‍ડબેગમાં રાખ્‍યો જેથી આગળ પહોંચ્‍યા પછી હું એ બદલી શકું. મને ખબર નહોતી કે ફૂલોનો ગજરો રાખવો ગેરકાનૂની છે.' આ માટે તેણે ૧૯૮૦ ઓસ્‍ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ ૧.૧ લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્‍યો હતો

(9:40 AM IST)