<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

UPI: હવે એક દિવસમાં રૂપિયા ૫ લાખ સુધીનું ટ્રાન્‍ઝેક્‍શન કરી શકશો

ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્‍ટ લિમિટ ૨ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત હવે ટોટલ પેમેન્‍ટ ૨૪ કલાકમાં ૬ લાખ રૂપિયા સુધી કરી શકશો

મુંબઈ,તા.૦૯: જીએસટી રિફોર્મ પછી સામાન્‍ય માણસને મોંઘવારીમાંથી રાહત મળી, પરંતુ હવે નેશનલ પેમેન્‍ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (એનપીઆઈ સી)એ પ્રતિ ટ્રાન્‍ઝેક્‍શન લિમિટ વધારીને ૫ લાખ રૂપિયા કરી દીધી છે. જો કે, આ સુવિધા તે સંસ્‍થાઓને લાગુ પડશે જે ટેક્‍સના દાયરામાં આવે છે. આ ફેરફાર સાથે ગ્રાહકો માટે મોટી ચુકવણી કરવી ખૂબ જ સરળ બનશે. લિમિટ વધારાથી ડિજિટલ પેમેન્‍ટ કરવું વધુ અનુકૂળ બનશે.

એનપીઆઈસીએ એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે, ૧૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫થી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ વધેલી સુવિધા વ્‍યક્‍તિથી વેપારી વચ્‍ચે થયેલા ટ્રાન્‍ઝેક્‍શન પર લાગુ થશે. જ્‍યારે, વ્‍યક્‍તિથી વ્‍યક્‍તિના કિસ્‍સામાં ૧ લાખ રૂપિયાની મર્યાદા ચાલુ રહેશે. બધી બેન્‍કો ૧૫ સપ્‍ટેમ્‍બરથી આ વધેલી મર્યાદા લાગુ કરશે.

એનપીઆઈસીએ કેપિટલ માર્કેટ અને વીમા સેક્‍ટરમાં થઈ રહેલા ટ્રાન્‍ઝેક્‍શનની લિમિટ ૨૪ કલાકમાં ૧૦ લાખ રૂપિયા કરી છે, અગાઉ આ મર્યાદા ૨ લાખ રૂપિયા સુધીની હતી. એટલે કે વેરિફાઇ ટ્રેડર્સ એક સમયે ૫ લાખ રૂપિયા અને ૨૪ કલાકમાં કુલ ૧૦ લાખ રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન કરી શકે છે

આ ઉપરાંત ક્રેડિટ કાર્ડની પેમેન્‍ટ લિમિટમાં ૨ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ પેમેન્‍ટ ૨૪ કલાકમાં ૬ લાખ રૂપિયા સુધી હવે કરી શકાય છે. આ સાથે જ લોન, ઈએમઆઈ સંબંધિત ટ્રાન્‍ઝેક્‍શન લિમિટ ૨ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્‍યારે ૨૪ કલાકમાં કુલ ટ્રાન્‍ઝેક્‍શન ૧૦ લાખ રૂપિયા સુધી કરી શકાશે. 

(9:41 AM IST)