હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં વધારો ! ૬૦ કરોડની છેતરપિંડીના કેસમાં EOWએ પાઠવ્યું સમન્સ
કુંદ્રા ૧૫ સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થશે

મુંબઈ, તા.૯: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ની મુસીબતમાં ફરી એકવાર વધારો થયો છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ૬૦.૪૮ કરોડ રુપિયાના છેતરપિંડીના કેસમાં ફસાયેલા છે. આર્થિક ગુના શાખાએ તેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. એટલું જ નહીં, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ લુક આઉટ સકર્યુલર જારી કર્યો છે.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ૧૩ ઓગસ્ટના રોજ નોંધાયેલા ૬૦.૪૮ કરોડ રુપિયાના છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવ્યું છે. તે આગામી સોમવારે એટલે કે, ૧૫ સપ્ટેમ્બરે તપાસ માટે હાજર થશે. શરૂઆતમાં રાજ કુન્દ્રાને ૧૦ સપ્ટેમ્બરના રોજ હાજર થવાનું નક્કી કરવામાં આવ્યું હતું, કુંદ્રાએ વિલંબની વિનંતી કરી હતી અને હવે ૧૫ સપ્ટેમ્બરના રોજ હાજર થશે. ભારત છોડતા અટકાવવા માટે, અધિકારીઓએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બન્ને સામે લુક આઉટ સકર્યુલર જારી કર્યો છે.
આર્થિક ગુના શાખાએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના ઓડિટરને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અગાઉ, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને પ્રારંભિક પૂછપરછ દરમિયાન ત્રણ વખત બોલાવવામાં આવ્યા હતા પરંતુ હાજર ન થવાનું કારણ લંડનમાં તેના રોકાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના બદલે, તેને તેના વકીલને મોકલ્યા, જેની માહિતી EOW દ્વારા અપૂરતી માનવામાં આવી હતી, જેના કારણે ઔપચારિક એફઆઇઆર નોંધાઈ હતી.
લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર દીપક કોઠારીની ફરિયાદ બાદ જુહુ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. કોઠારીએ દાવો કર્યો હતો કે, તેમણે ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દ્વારા પ્રમોટ કરાયેલ બેસ્ટ ડીલ ટીવી પ્રા. લિ.માં ૬૦.૪૮ કરોડ રુપિયાનું રોકાણ વ્યવસાય વિસ્તરણ માટે કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ ભંડોળનો દુરુપયોગ વ્યક્તિગત હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.
કોઠારીનો પરિચય રાજ કુન્દ્રા સાથે પરસ્પર સંપર્ક દ્વારા થયો હતો. તે સમયે શેટ્ટી અને કુન્દ્રા સંયુક્ત રીતે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવીના ૮૭.૬ ટકા હિસ્સો ધરાવતા હતા અહેવાલ મુજબ, તેઓએ કોઠારીને નિયમિત માસિક વળતર આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમને તેમનું મૂળ રોકાણ પાછું મળશે. શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૧૬માં કંપની છોડી દીધી હતી. જોકે, કોઠારીને પાછળથી ખબર પડી કે બેસ્ટ ડીલ ટીવી સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજા રોકાણકારે તેમના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. વ્યાપક -ારંભિક તપાસ બાદ, ચ્બ્ષ્એ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને અન્ય એક વ્યક્તિ સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC) કલમ ૪૦૩ (સંપત્તિનો અપ્રમાણિક દુરુપયોગ), ૪૦૬ (વિશ્વાસનો ગુનાહિત ભંગ) અને ૩૪ (સામાન્ય હેતુ) હેઠળ આરોપો દાખલ કર્યા.
આ સાથે જ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
