હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીનું રાજીનામું : 'જનરેશન ઝેડ'ના હિંસક વિરોધ પ્રદર્શનમાં દરમ્યાન ૧૯ના મોત
સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના બળપ્રયોગથી દેશભરમાં સ્થિતિ તણાવપૂર્ણ : ગૃહમંત્રીએ સોમવારે જ રાજીનામું આપ્યું હતું

કાઠમંડુ: નેપાળમાં કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા હિંસક પ્રદર્શનો અને દેશની ઝડપથી બગડતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ માહિતી આપી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા નેતૃત્વ હેઠળ સરકાર વિરોધી પ્રદર્શનો દેશભરમાં ફેલાયા હતા. આ તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ઓલીએ મંગળવારે સવારે જ દેશની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
આ પહેલા સોમવારે ગૃહમંત્રી રમેશ લેખકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા સાઇટ્સ પર સરકારે લગાવેલા પ્રતિબંધ વિરુદ્ધ યુવાનો દ્વારા ચાલી રહેલા હિંસક પ્રદર્શનો પર પોલીસે કરેલા બળપ્રયોગને કારણે ૧૯ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
'જનરેશન ઝેડ' તરીકે ઓળખાતા યુવા વર્ગના આ વિરોધ પ્રદર્શનોને કારણે નેપાળમાં રાજકીય અસ્થિરતા ચરમસીમાએ પહોંચી હતી, જેના પરિણામે આખરે વડાપ્રધાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
