<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ઉપરાષ્‍ટ્રપતિ ચુંટણી માટે મતદાન શરૂ : વડાપ્રધાન મોદીએ કર્યુ મતદાન : સાંજે મતગણતરી

 

નવી દિલ્‍હી, તા.૯: દેશની ૧૭મી ઉપરાષ્‍ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે ૧૦ વાગ્‍યે શરૂ થઈ અને સાંજે ૫ વાગ્‍યા સુધી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સૌથી પહેલા મતદાન કર્યું. મતદાન શરૂ થાય તે પહેલાં NDAના તમામ સાંસદો નાસ્‍તાની બેઠકમાં હાજર રહ્યા. NDA ઉમેદવાર સીપી રાધાકળષ્‍ણન અને ઈન્‍ડિયા બ્‍લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્‍ચે મુકાબલો છે. લોકસભાના ૫૪૨ સભ્‍યો અને રાજ્‍યસભાના ૨૩૯ સભ્‍યો મતદાન કરશે. મતગણતરી સાંજે ૬ વાગ્‍યે શરૂ થશે.

(4:10 PM IST)