હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટકમાં ઈદ મિલાદના જુલુસમાં વિવાદ: પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર અને ઉશ્કેરણીજનક વિડીયો સામે પોલીસ કાર્યવાહી
ગાંધી ચોક પોલીસ સ્ટેશનના અધિકારી જી.કે. દેવકરે કેસ દાખલ કર્યો, જેમાં ડીજે વાહન માલિક, ડીજે ઓપરેટર અને એક ઇન્સ્ટાગ્રામ આઈડીના માલિકને આરોપી બનાવવામાં આવ્યા

કર્ણાટક : કર્ણાટકના બે જિલ્લાઓમાં ઈદ મિલાદના જુલુસ દરમિયાન થયેલા વિવાદાસ્પદ બનાવોએ તણાવ ઊભો કર્યો છે. શિવમોગા અને વિજયપુરામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિડીયો અને ઓડિયો ક્લિપ્સના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
શિવમોગામાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા
શિવમોગાના ભદ્રવતીમાં, ઈદ મિલાદના જુલુસ દરમિયાન કેટલાક યુવાનો "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો ૧૨ સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શિવમોગાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ વિડીયોની સત્યતાની તપાસ થઈ રહી છે અને આમાં સામેલ લોકોની ઓળખ કરીને FIR નોંધવામાં આવશે. આ ઘટના સોમવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે જુલુસમાં ભાગ લેનારા ડીજેના સંગીત પર નાચી રહ્યા હતા.
વિજયપુરામાં ઉશ્કેરણીજનક ઓડિયો
આવા જ એક અન્ય બનાવમાં, વિજયપુરામાં પોલીસે ઈદ મિલાદની ઉજવણી દરમિયાન ઉશ્કેરણીજનક ઓડિયો ટ્રેક વગાડવા બદલ ત્રણ લોકો પર ગુનો નોંધ્યો છે. આ ઓડિયોમાં "૧૫ મિનિટ કે લિયે પોલીસ કો હટાઓ, બતાતે હૈ કૌન કિસ મેં દમ હૈ..." (૧૫ મિનિટ માટે પોલીસને હટાવો, અમે બતાવીશું કે કોનામાં કેટલી તાકાત છે) જેવા ભડકાઉ શબ્દો હતા.
ગાંધી ચોક પોલીસ સ્ટેશનના અધિકારી જી.કે. દેવકરે આ કેસ દાખલ કર્યો છે, જેમાં ડીજે વાહન માલિક, ડીજે ઓપરેટર અને એક ઇન્સ્ટાગ્રામ આઈડીના માલિકને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓ રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ વધારી રહી છે, અને પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડક પગલાં લઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
