હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ
૫૫ ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતાઃઆ યોજના ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા હરીફોનો સામનો કરવા માટે તૈયાર કરશે

નવીદિલ્હી, તા.૯
ભારત પોતાની નેવીને વધુ શક્તિશાળી બનાવવા માટે પ્રથમ ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહ્યું છે. તેનું નામ 'INS વિશાલ' છે. ૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સંરક્ષણ મંત્રાલયે ૧૫ વર્ષની યોજના ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ ૨૦૨૫ (TPCR-૨૦૨૫) જાહેર કરી હતી. આ યોજના ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા હરીફોનો સામનો કરવા માટે તૈયાર કરશે.
INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-૩ (IAC-૩) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનશે અને પરમાણુ ઉર્જાથી ચાલશે. તેનું વજન ૬૫થી ૭૫ હજાર ટન હશે, તે ૩૦૦ મીટર લાંબું હશે અને તેની ગતિ લગભગ ૫૫ કિમી/કલાક હશે.
તેનામાં ૫૫ ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા છે, જેમાં ૪૦ ફિક્સ્ડ-વિંગ (ફાઇટર એરક્રાફ્ટ) અને ૧૫ રોટરી-વિંગ (હેલિકોપ્ટર)હશે. તેનું નામ 'વિશાલ' સંસ્કૃતમાં 'વિશાલકાયનું પ્રતીક' છે. તે ભારતને અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર સંચાલિત કરે છે.
લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતાઃ તે રિફ્યુઅલિંગ વિના મહિનાઓ સુધી સમુદ્રમાં રહી શકે છે, જેનાથી પુરવઠાની જરૃરિયાત ઓછી થાય છે.
વધુ શક્તિઃ પરમાણુ રિએક્ટર ૫૦૦-૫૫૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ્સ (EMALS), લેસર હથિયાર અને સેન્સર જેવા આધુનિક ઉપકરણોને ચલાવશે.
- EMALS: આ ઈલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ ભારે વિમાનોને સરળતાથી ઉડાડવામાં મદદ કરશે. DRDO તેને સ્વદેશી રીતે વિકસાવી રહ્યું છે. ૪૦૦ કિલોગ્રામ સુધીના પ્રોટોટાઈપ સુધીનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે. ભવિષ્યમાં તે ૪૦ ટન સુધીના વિમાનોને લોન્ચ કરશે.
- ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમઃ આ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરશે.
- ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમઃ પાઇલટ્સને લેન્ડિંગમાં મદદ કરશે.
- કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેરઃ વિમાનોને નિયંત્રિત કરવા અને યુદ્ધમાં દિશા આપવા માટે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી શક્તિએ ભારતને INS વિશાલ જેવા જહાજો બનાવવા માટે પ્રેરણા આપી છે.
ચીનનો પડકારઃ ચીન પાસે બે વિમાનવાહક જહાજો લિયાઓનિંગ અને શોંડોંગ છે. ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. ચીન પરમાણુ સંચાલિત જહાજો પણ વિકસાવી રહ્યું છે.
પાકિસ્તાનની સબમરીનઃ પાકિસ્તાન ચીન પાસેથી ૮ હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જેનાથી ભારતના દરિયાઈ વિસ્તારમાં ખતરો વધી જશે.
ત્રણ જહાજોની જરૃરઃ ભારત ત્રણ વિમાનવાહક જહાજો રાખવા માંગે છે જેથી બે હંમેશા એક્ટિવ રહે. જો એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બેને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તહેનાત રહી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
