<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

કતાર ઉપર ઇઝરાયલનની એર સ્ટ્રાઇક: હમાસના ટોચના નેતાઓના સફાયો: આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધ્યો: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સહિત અનેક દેશોએ હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો

આજે કતાર – દોહા પર બોમ્બમારો કરવા ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જ, ઇઝરાયલે • પેલેસ્ટાઇન • લેબનોન • સીરિયા • ટ્યુનિશિયા • કતાર અને થોડા જ સમય પહેલાં જ, યમન પર પણ બોમ્બમારો કર્યો છે

ઇઝરાયલે આજે મંગળવારે કતારની રાજધાની દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓને લક્ષ્ય બનાવીને સચોટ હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીને સંપૂર્ણપણે સ્વતંત્ર ગણાવી જવાબદારી સ્વીકારી છે. હુમલા પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને જાણ કરી મંજૂરી લેવામાં આવી હતી. બીજી તરફ, પાકિસ્તાન સહિતના અનેક દેશોએ આ હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા પર જોખમ ઊભું થયું છે.

આજે સવારે, ઇઝરાયલે કતારના દોહામાં હમાસના સમગ્ર રાજકીય નેતાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. તેમણે ટ્રમ્પ પ્રશાસનની મદદથી આ કર્યું, જેમણે કથિત રીતે હમાસના પ્રતિનિધિમંડળને ઇઝરાયલ દ્વારા લક્ષ્યાંકિત ઇમારતમાં આવવા લલચાવ્યા હતા તેવી વાતો સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક આવ્યો છે. ઇઝરાયલી વાયુસેનાએ મંગળવારે આજે કતારની રાજધાની દોહામાં હમાસના ટોચના નેતાઓને લક્ષ્ય બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલી સેના (આઈડીએફ) અને ઇઝરાયલ સિક્યુરિટી એજન્સી (આઈએસએ) એ આ હુમલાની પુષ્ટિ કરી છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ સચોટ હુમલો હમાસના ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા અને ૭ ઓક્ટોબરના ક્રૂર હુમલા માટે સીધા જવાબદાર ટોચના નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, જે નેતાઓ બેઠક કરી રહ્યા હતા તેમને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નેતાઓ તાજેતરના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા. જોકે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને સંપૂર્ણપણે સ્વતંત્ર ઇઝરાયલી કાર્યવાહી ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (પહેલાંનું ટ્વિટર) પર લખ્યું, "હમાસના ટોચના આતંકવાદી આકાઓ સામે આજની કાર્યવાહી સંપૂર્ણપણે સ્વતંત્ર ઇઝરાયલી કાર્યવાહી હતી. ઇઝરાયલે તેની શરૂઆત કરી, ઇઝરાયલે તેનું સંચાલન કર્યું અને ઇઝરાયલ તેની સંપૂર્ણ જવાબદારી લે છે."

હુમલા બાદ દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો દેખાયા હતા. કતારના અધિકારીઓએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી. દોહાના રસ્તાઓ પર તણાવ અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર થયેલા હુમલા બાદ યહૂદી દેશ દ્વારા કતાર પર આ બીજો મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા: આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે સખત નિંદા થઈ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "પાકિસ્તાનની જનતા અને સરકાર વતી, તેમજ મારા પોતાના વતી, હું દોહામાં થયેલા ગેરકાનૂની અને ઘૃણાસ્પદ બોમ્બમારાની સખત નિંદા કરું છું, જેણે રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો અને નિર્દોષ નાગરિકોના જીવનને જોખમમાં મૂક્યું. આ મુશ્કેલ સમયમાં કતારના અમીર, તેમના મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની, કતારી રાજવી પરિવાર અને કતારના લોકો સાથે અમારી ઊંડી સહાનુભૂતિ અને એકતા છે. ઇઝરાયલનો આ આક્રમક કૃત્ય સંપૂર્ણપણે ગેરવાજબી છે, કતારની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન છે, અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકી શકે તેવી અત્યંત ખતરનાક ઉશ્કેરણી છે. પાકિસ્તાન ઇઝરાયલના આક્રમણ સામે કતાર રાજ્ય તેમજ પેલેસ્ટાઈનના લોકો સાથે મક્કમપણે ઊભું છે."

આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યો છે.

ઇઝરાયલ આજે કતાર – દોહા પર બોમ્બમારો કરી રહ્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જ, ઇઝરાયલે • પેલેસ્ટાઇન • લેબનોન • સીરિયા • ટ્યુનિશિયા • કતાર અને થોડા જ સમય પહેલાં જ, યમન પર પણ બોમ્બમારો કર્યો છે:

આ કોઈ "પીડિત" નું વર્તન નથી.

આ આતંકવાદ છે.

 

(10:38 PM IST)