<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

એન્‍ટિલિયા ખાતે સ્‍ટાફ માટે રોજની ૪૦૦૦ રોટલી બનાવવામાં આવે છે

આ તમામ રોટલી મશીનની મદદમાંથી બનાવવામાં આવે છે

મુંબઈ,તા.૧૦: અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્‍ય પોતાની લક્‍ઝુરિયસ લાઈફસ્‍ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈમાં આવેલી એન્‍ટિલિયા નામની ઈમારતમાં આખો પરિવાર રહે છે. વાત કરીએ એન્‍ટિલિયાની તો અહીં પરિવારના ગણતરીના સભ્‍યો જ રહે છે.

પરંતુ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એન્‍ટિલિયા ખાતે રોજની ૪૦૦૦ રોટલી બનાવવામાં આવે છે, તો હવે આ ૪૦૦૦ રોટલી કોના માટે બનાવવામાં આવે છે એવો સવાલ થાય સ્‍વાભાવિક છે

મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગતિઓમાં કરવામાં આવે છે. પાવર હોય કે પોઝિશન અંબાણી પરિવારના દરેક સદસ્‍યના જીવનમાં કોઈ વસ્‍તુની કમી નથી. ઘર એટલું વિશાળ છે કે તેમાં સેંકડો લોકો રહી શકે છે. ૨૭ માળની આ ઈમારતમાં તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે લક્‍ઝરી અને કમ્‍ફર્ટથી ભરપૂર આ લાઈફને મેઈન્‍ટેન કરવા માટે અંબાણીના ઘરમાં એન્‍ટિલિયામાં મોટો સ્‍ટાફ છે અને આ તમામ સ્‍ટાફની રિક્રુટમેન્‍ટ તમામ ટેસ્‍ટ અને એક્‍ઝામિનેશન પાસ કર્યા બાદ કરવામાં આવી છે. અંબાણી પરિવાર પોતાના સ્‍ટાફને લાખોમાં સેલરી આપે છે.

લક્‍ઝુરિયરસ વસ્‍તુઓનો શોખ રાખનારા અંબાણી પરિવારને ખૂબ જ સાદગીપૂર્ણ ભોજન ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખુદ ક્‍લાસિક ઈન્‍ડિયન મીલ એટલે કે રોટલી, શાકભાજી અને દાળ ખાવાનું પસંદ છે.

આ સાથે તેઓ સૂપ, ફ્રૂટ્‍સ અને બીજી હેલ્‍ધી વસ્‍તુ પણ ખાવાનું પસંદ કરે છે. આ તમામ ભોજન અંબાણી પરિવાર માટે ખાસ શેફ બનાવે છે. જેને અંબાણી પરિવારે હાયર કર્યા છે.

એક રિપોર્ટમાં એવા દાવો કરવામાં આવ્‍યો છે કે એન્‍ટિલિયામાં દરરોજ ૪૦૦૦ રોટલી બનાવવામાં આવે છે. આવી સ્‍થિતિમાં સવાલ થાય એ સ્‍વાભાવિક છે કે અંબાણી પરિવાર તો ખૂબ જ નાનો છે તો પછી આટલી રોટલીઓ કેમ?

તો આ સવાલનો જવાબ એ છે કે અંબાણી પરિવારમાં ૬૦૦ લોકોનો સ્‍ટાફ છે અને એમના માટે પણ આ જ રસોડામાં ભોજન તૈયાર થાય છે એટલે આટલી મોટી સંખ્‍યામાં રોટલી બનાવવામાં આવી છે.

વાત કરીએ અંબાણી પરિવારમાં ૪૦૦૦ રોટલી કઈ રીતે બનાવવામાં આવે છે એની તો આ સવાલનો જવાબ એવો છે કે આ તમામ રોટલી મશીનની મદદમાંથી બનાવવામાં આવે છે. રિપોર્ટ્‍સમાં એવો દાવો કરવામાં આવ્‍યો છે કે એન્‍ટિલિયામાં એક ખાસ રોટી મેકર મશીન છે, જેમાં રોટલીઓ તૈયાર કરવામાં આવે છે

(9:44 AM IST)