હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાત્રે ૧૧ વાગ્યા પછી IT રિટર્ન માટે ૨૬ AIS ડાઉનલોડ થવામાં ધાંધિયા
૧૦ દિવસથી સમસ્યા દૂર કરવા રજૂઆત છતાં પરિણામ શૂન્ય રિટર્ન ભરવાને આડે ૬ દિવસ બાકી છતાં સર્વરની સમસ્યાથી પરેશાની

મુંબઈ,તા.૧૦: ઇન્કમટેક્સ રીટર્ન ભરવાના આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં કરદાતાઓની પરેશાની ઓછી થવાનું નામ લેતી નથી. કારણ કે જ્યારે રીટર્ન ભરવા માટે ૨૬ એઆઈએસ ડાઉનલોડ કરવા માટેની પ્રક્રિયા કરે ત્યારે ડાઉનલોડ થતું નથી. આ ઉપરાંત સીએ અથવા તો ટેક્સ કન્સલટન્ટ દ્વારા રાત્રીના સમયે એઆઈએસ ડાઉનલોડ કરવાની કાર્યવાહી કરે તો રાત્રે ૧૧ વાગ્યે સમગ્ર કાર્યવાહી બંધ થઇ જાય છે. તે દુર કરવા માટે છેલ્લા ૧૦ દિવસથી અનેક સીએ સંગઠનો દ્વારા રજુઆત કરી હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં નહીં આવતા રીટર્ન ભરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈન્કમટેકસ રીટર્ન ભરવા માટેની છેલ્લી મુદત ૧૫ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. તેના લીધે ગણતરીના ૬ દિવસ જ રીટર્ન ભરવા માટે બાકી રહ્યા હોવા છતાં રીટર્ન ભરવા માટે જરુરી એવું ૨૬ એઆઈ એસ ફોર્મ જ ડાઉનલોડ થતું નથી. આ ફોર્મ એટલા માટે જરુરી છે કે કરદાતા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે પણ ખરીદ વેચાણ કર્યુ હોય તેની તમામ વિગતો ઈન્કમટેક્સ દ્વારા તૈયાર કરેલા એઆઈએસ ફોર્મમાં હોય છે. તે ફોર્મના આધારે રીટર્ન ભરવામાં આવે તો કરદાતાઓને નોટીસ આવવાની શક્યતા ઘટી જાય છે. તેના લીધે છેલ્લા ત્રણેક વર્ષ કરતા વધુ સમયથી કરદાતા, ટેક્સ કન્સલટન્ટ કે પછી સીએ દ્વારા આઈટી રીટર્ન ભરવામાં આવે ત્યારે સૌથી પહેલા ૨૬ એઆઈએસ ડાઉનલોડ કરીને તેમાં રહેલી વિગતોના આધારે જ રીટર્ન ફાઇલ કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ૨૬ એઆઈએસ ફોર્મ ડાઉનલોડ થવામાં જ પરેશાની થાય છે. જોકે એક મહિના પહેલા પણ આવી જ સમસ્યા સર્જાઇ હતી. ત્યાર બાદ તેનુ નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતુ. જયારે રીટર્ન ભરવાના આડે ગણતરીના ૬ દિવસ બાકી છે ત્યારે આ સમસ્યા ઉભી થતા કરદાતા પરેશાન થઈ રહ્યા છે.
નાણાંકીય વર્ષ શરૂ થતાંની સાથે જ આઈટી રિટર્નના ફોર્મ આપવામાં આવે તો કરદાતાઓને રિટર્ન ભરવા માટે પૂરતા બેથી ત્રણ મહિનાનો સમય મળી રહેતો હોય છે, જ્યારે ચાલુ વર્ષે ૧૪ ઓગસ્ટે આઈટીનું છેલ્લું ફોર્મ બહાર પડવાને લીધે રિટર્ન ભરવા માટે એક જ મહિનાનો સમય મળ્યો છે, તેમાં પણ સર્વરની સમસ્યાને લીધે કરદાતાઓને રિટર્ન ભરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.(૪૦.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
