હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડયું...
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં રડતાં-રડતાં કહયું જે હોટેલમાં હું રોકાઈ હતી, તેને આગ લગાવી દેવામાં આવી છે : મારો બધો જ સામાન રૂમમાં હતો અને આખી હોટેલને આગ ચાંપી દેવામાં આવી

કાઠમંડુ, તા.૧૦: નેપાળમાં હિંસક પ્રદર્શન દરમિયાન અનેક ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાનો દાવો છે કે, ભીડ તેની પાછળ દંડો લઈને દોડી રહી હતી અને તે માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત કેરળમાંથી જ ૪૦થી વધુ લોકો નેપાળમાં ફસાયેલા છે.
આ વીડિયો જાહેર કરનારી મહિલાનું નામ ઉપાસના ગિલ છે. તેમણે વીડિયો મેસેજમાં કહ્યું કે, વિરોધ કરી રહેલા દેખાવકારો પ્રવાસીઓને પણ નથી છોડી રહ્યા. તેણે કહ્યું કે, મારું નામ ઉપાસના ગિલ છે અને હું વીડિયો પ્રફુલ્લ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસને અપીલ કરું છું કે, અમારી મદદ કરો. તમામ લોકો જે અમારી મદદ કરી શકો છો એ કરો. હું અહીં નેપાળના પોખરામાં ફસાઈ ગઈ છું. હું અહીં એક વૉલીબૉલ લીગનું આયોજન કરાવવા આવી હતી. જે હોટેલમાં હું રોકાઈ હતી, તેને આગ લગાવી દેવામાં આવી છે. મારો બધો જ સામાન રૂમમાં હતો અને આખી હોટેલને આગ ચાંપી દેવામાં આવી. હું સ્પામાં હતી અને લોકો મારી પાછળ મોટાપ્રમોટા દંડા લઈને ભાગી રહ્યા હતા. હું માંડપ્રમાંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી.
આ વિશે વધુ વાત કરતાં તેણે કહ્યું કે, અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તા પર દરેક જગ્યાએ આગ લગાવવામાં આવી રહી છે. તે અહીં પ્રવાસીઓને પણ નથી છોડી રહ્યા. આ લોકો એવી પણ ચિંતા નથી કરતા કે, અહીં કોઈ પ્રવાસી છે કે અહીં કામ માટે આવ્યા છે. તેઓ વિચાર્યા વિના જ દરેક જગ્યાએ આગ લગાવી રહ્યા છે. અમને નથી ખબર કે અમે બીજી કોઈ હોટેલમાં પણ રહી શકીશું કે નહીં. હું ભારતીય દૂતાવાસને વિનંતી કરું છું કે, અમારી મદદ કરો. અહીં મારી સાથે બીજા ઘણાં લોકો છે અમે અહીં ફસાઈ ગયા છીએ.(૨૩.૨૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
