હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એક મહિનામાં બે ગ્રહણ: ચંદ્રગ્રહણ બાદ હવે વર્ષનું અતિમ સૂર્યગ્રહણ: જાણો રાશિઓ પર અસર અને ગ્રહણનો સમય
હવે 15 દિવસ બાદ આકાશમાં વધુએક દુર્લભ નજારો જોવા મળશે અને તે હશે સૂર્યગ્રહણ બન્ને ગ્રહણ વચ્ચે ફક્ત 15 દિવસનું અંતર છે

નવી દિલ્હી :ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષ 2025માં સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્વ ધરાવે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં 15 દિવસના અંતરે બે ગ્રહણ થઈ રહ્યા છે. પહેલું સંપૂર્ણ ચંદ્રગ્રહણની મહત્વની ઘટના ગત 7 સપ્ટેમ્બરના રોજ થઈ ચુકી છે.
જ્યારે વિશ્વના વિવિધ ભાગોમાં ચંદ્ર લાલ રંગમાં જોવા મળ્યો હતો. હવે તેના 15 દિવસ બાદ આકાશમાં વધુએક દુર્લભ નજારો જોવા મળશે અને તે હશે સૂર્યગ્રહણ(Solar Eclipse). બન્ને ગ્રહણ વચ્ચે ફક્ત 15 દિવસનું અંતર છે. આ વર્ષે પિતૃપક્ષ, ગ્રહણ સાથે શરૂ થયું અને ગ્રહણ સાથે તે પૂરું પણ થશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વની બાબત છે.
વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર,2025ના રોજ થશે. આ દિવસે પૃથ્વીના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે, જેનો અર્થ એ છે કે ચંદ્ર સૂર્યના એક ભાગને ઢાંકી દેશે. તેનાથી આકાશમાં સૂર્યનો અર્ધચંદ્રાકાર આકાર બનશે. આ ગ્રહણને 'વિષુવવૃત્ત ગ્રહણ' પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે સપ્ટેમ્બર સમપ્રકાશીય પહેલા થાય છે.
આ ગ્રહણ જોવા માટે ભાગ્યશાળી દેશો ન્યુઝીલેન્ડ, પૂર્વી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પેસિફિકના કેટલાક ભાગો હશે. આ વિસ્તારોમાં સૂર્યગ્રહણ સૂર્યોદય સમયે દેખાશે. એવી જ રીતે ડ્યુનેડિન જેવા સ્થળોએ સૂર્યનો 72% ભાગ ઢંકાયેલો રહેશે. તેનો નજારો એન્ટાર્કટિકામાં જોઈ શકાય છે.
આ આંશિક સૂર્યગ્રહણ ભારત અને ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ભાગોમાં બિલકુલ દેખાશે નહીં. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જેવા દેશો આ ગ્રહણનો કોઈપણ તબક્કો જોઈ શકશે નહીં.
સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ લગભગ 19:43 UTC(યુનિવર્સલ ટાઇમ કોઓર્ડિનેટેડ) પર તેના મહત્તમ બિંદુએ પહોંચશે અને થોડા સમય પછી સમાપ્ત થશે. આ સૂર્યોદય ગ્રહણ દક્ષિણ પ્રદેશોમાં વહેલી સવારે દેખાશે. લગભગ 4 કલાક ચાલનાર આ ગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે શરૂ થશે અને ભારતીય સમય મુજબ મોડી રાત્રે 03.23 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે આ સૂર્યગ્રહણ થશે ત્યારે ભારતમાં રાત્રિ હશે તેથી આ ગ્રહણ અહીં દેખાશે નહીં.
જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્યગ્રહણ સમયે બુધ કન્યા રાશિમાં રહેશે, જેનાથી બુદ્ધાદિત્ય રાજયોગ સર્જાશે. આ ગ્રહોનું અદ્ભુત સંયોજન છે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો કોઈ સીધો પ્રભાવ કે સૂતક વગેરે નહીં પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
