હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એનડીએ ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનની જીત પર ધનખડે ખુશી વ્યક્ત કરી
જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઇરલઃજગદીપ ધનખડે કહ્યું કે, સી.પી રાધાકૃષ્ણનના અનુભવોથી ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા વધી જશે

નવી દિલ્હી, તા.૧૦
મંગળવારે (૯ સપ્ટેમ્બર) ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા. NDA ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને ૪૫૨ મતોની જીત હાંસલ કરી છે. આ જીત પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ખુશી વ્યક્ત કરી હતી.
જગદીપ ધનખડે કહ્યું કે, સી.પી રાધાકૃષ્ણનના અનુભવોથી ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા વધી જશે. નોંધનીય છે કે, રાજીનામાં બાદ જગદીપ ધનખડનું આ પહેલું સાર્વજનિક નિવેદન છે.
મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપકિ ચૂંટણીના પરિવામ સામે આવ્યા, જેમાં દ્ગડ્ઢછના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને ૪૫૨ મત મળ્યા હતા. વળી, વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ ૩૦૦ વોટ મેળવ્યા હતા.
આ જીત પર પ્રતિક્રિયા આપતાં જગદીપ ધનખડે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ પદ પર સી. પી રાધાકૃષ્ણનની જીત જનતા દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રતિનિધિઓનો તમારા પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તમારો જાહેર જીવનનો ઘણો અનુભવ રહ્યો છે. તમારા નેતૃત્વમાં આ પદ(ઉપરાષ્ટ્રપતિ)ની ગરિમા વધી જશે.
નોંધનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધનખડે તેનું કારણ સ્વાસ્થ્યને લગતાં કારણો જણાવ્યા હતા. વળી, રાજીનામા બાદથી ધનખડે કોઈ નિવેદન આપ્યું નહતું, આ સિવાય તે જાહેર જીવનથી પણ દૂર થઈ ગયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
