<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

અરબી સમુદ્રમાં ફરી વખત ઓછા દબાણનો પટ્ટો સક્રિય : મહારાષ્ટ્રમાં ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા

અનંત ચતુર્દશીના ભારે વરસાદ પડયા બાદ મુંબઈમાંથી વરસાદ ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન

 મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. તો અરબી સમુદ્રમાં ફરી એક વખત ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હોવાથી રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

અનંત ચતુર્દશીના ભારે વરસાદ પડયા બાદ મુંબઈમાંથી વરસાદ ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન થઈ ગયા છે. બુધવારે સવારના આકરો તડકો પણ નીકળ્યો હતો. તાપમાનનો પારો ૩૦થી ૩૧ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે પણ ભેજનું પ્રમાણ વધું હોવાથી અસહ્ય વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.
મુંબઈમાં બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ અનુક્રમે ૯૦ ટરા અને ૮૭ ટકાની આસપાસ નોંધાયું હતું, ત્યારે આગામી દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના ઈશાન ભાગમાં ઓછા દબાણનો પટ્ટો સક્રિય હોઈ તે ધીમે ધીમે પશ્ર્ચિમ તરફ સરકી રહ્યો છે. તેમ જ બંગાળના ઉપસાગરમાં પણ ચોમાસા માટે પોષક વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના મરાઠ્ાડા, વિદર્ભમાં વરસાદની હાજરી રહી હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમ્યાન મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

(9:38 PM IST)