હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ધ બોરિસ ફાઇલ્સ’ લીક : ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન પર જાહેર ભંડોળના દુરુપયોગનો ગંભીર આક્ષેપ
પદ છોડ્યા બાદ અંગત કમાણી માટે જાહેર ખર્ચે ચાલતી ઓફિસનો ઉપયોગ : કેગના અહેવાલમાં નાણાકીય ગેરરીતિનો પર્દાફાશ : ‘રિવોલ્વિંગ ડોર’ નિયમનો ભંગ

લંડન: બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના અંગત કાર્યાલયમાંથી લીક થયેલા ગુપ્ત દસ્તાવેજો, જેને ‘ધ બોરિસ ફાઇલ્સ’ નામ આપવામાં આવ્યું છે, તેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ લીક થયેલા ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં પદ છોડ્યા બાદ જ્હોનસન જાહેર ભંડોળનો ઉપયોગ પોતાની અંગત કમાણી વધારવા માટે કરી રહ્યા છે.
શું છે ‘ધ બોરિસ ફાઇલ્સ’?
આશરે ૨ જીબી ડેટા અને ૧,૮૨૦ ફાઇલો ધરાવતું આ લીક, બોરિસ જ્હોનસનની ઓફિસમાંથી આવ્યું છે. તેમાં ઈમેલ, ઇન્વોઇસ, સ્પેડશીટ અને બિઝનેસ કોન્ટ્રાક્ટ જેવી સંવેદનશીલ માહિતીનો સમાવેશ થાય છે. આ ફાઇલો મુખ્યત્વે તેમના પદ છોડ્યા પછીના સમયગાળાની છે, પરંતુ તેમાં વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાનના કેટલાક દસ્તાવેજો પણ સામેલ છે. આ લીક થયેલા દસ્તાવેજોમાં ગુપ્ત અને જાહેર ન થયેલી બેઠકો તથા કોવિડ લોકડાઉન નિયમોના સંભવિત ઉલ્લંઘન અંગે પણ સવાલો ઉભા થયા છે.
જ્હોનસનનું કાર્યાલય એક લિમિટેડ કંપની તરીકે કાર્ય કરે છે, જે 'પબ્લિક ડ્યુટી કોસ્ટ્સ અલાઉન્સ (PDCA)' યોજનાનો લાભ લે છે. આ યોજના હેઠળ પૂર્વ વડાપ્રધાનોને તેમના જાહેર જીવન સંબંધિત વહીવટી ખર્ચાઓ માટે દર વર્ષે £૧,૧૫,૦૦૦ સુધીની રકમ કેબિનેટ ઓફિસમાંથી મળે છે. જોકે, લીક થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે જ્હોનસનની ઓફિસમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ તેમની અંગત વ્યવસાયિક બાબતોમાં પણ સામેલ હતા. આનાથી સવાલ ઉભો થયો છે કે ₹૧.૮૨ લાખ (આશરે ₹૧.૯૨ કરોડ)નો જાહેર ભંડોળનો ઉપયોગ અંગત લાભ માટે તો થયો નથી ને?
ગંભીર સવાલો અને ટીકાઓ
આ લીક ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે:
૧. શું જ્હોનસને મંત્રી પદ છોડ્યા બાદ નોકરીઓ પર પ્રતિબંધ મૂકતા 'રિવોલ્વિંગ ડોર' નિયમોનો ભંગ કર્યો છે?
૨. શું તેમણે મંત્રીઓની આચારસંહિતાનો ભંગ કર્યો છે?
૩. શું તેઓ ખાનગી લાભ માટે જાહેર ભંડોળનો દુરુપયોગ કરી રહ્યા છે?
જ્હોનસનના કાર્યાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી, પરંતુ સમાચાર પ્રકાશિત થયા બાદ તેમણે ઈમેલ કરીને જણાવ્યું હતું કે "આ વાર્તા તદ્દન ખોટી છે. પીડીસીએનો ઉપયોગ સંપૂર્ણપણે નિયમો અનુસાર કરવામાં આવ્યો છે."
આ અહેવાલમાં અન્ય પૂર્વ વડાપ્રધાનો જેવા કે ટોની બ્લેર અને ડેવિડ કેમરુન દ્વારા પદ છોડ્યા બાદ નાણાકીય લાભ મેળવવાના પ્રયાસોની પણ સરખામણી કરવામાં આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ એક વ્યાપક સમસ્યા છે. જોકે, આ લીકને કારણે પીડીસીએ ભંડોળના ખર્ચ પર વધુ પારદર્શિતા લાવવા માટે હાકલ કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
