<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કરિશ્‍મા કપૂરનાં બાળકોને ૧૯૦૦ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્‍યા છે

દિવંગત સંજય કપૂરની મિલકતના વિવાદમાં તેની વિધવા પ્રિયા કપૂરે કર્યો ખુલાસો

 

મુંબઇ તા.૧૧: કરિશ્‍મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી વિશે વિવાદ વધી રહ્યો છે. આ મામલે કરિશ્‍માનાં બાળકોએ સાવકી માતા પ્રિયા કપૂર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે ત્‍યારે પ્રિયાએ ખુલાસો કર્યો છે કે કરિશ્‍માનાં બાળકો સમાઇરા અને કિઆનને પહેલેથી જ સંજયની મિલકતમાંથી ૧૯૦૦ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્‍યા છે.

આ અરજીની સુનાવણી વખતે દિલ્‍હી હાઈ કોર્ટમાં સંજય કપૂરની ત્રીજી પત્‍ની પ્રિયા કપૂરના વકીલ રાજીવ નાયરે અરજીનો વિરોધ કરતાં કહ્યું કે મુકદ્દમાના માત્ર છ દિવસ પહેલાં જ અરજીકર્તાઓને ટ્રસ્‍ટમાંથી ૧૯૦૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી આપી દેવામાં આવી છે, કારણ કે તેઓ ટ્રસ્‍ટ-દસ્‍તાવેજ મુજબ લાભાર્થી છે.

વકીલ મારફત પ્રિયાએ કોર્ટમાં જણાવ્‍યું કે ‘મારું એક છ વર્ષનું બાળક છે. હું વિધવા છું. હું તેમની છેલ્‍લી પત્‍ની છું. વસિયતમાં કંઈ પણ ગુપ્ત નથી. મેં કહ્યું છે કે હું એને શેર કરીશ. એવું નથી કે આ લોકો રસ્‍તા પર આવી ગયા છે. છેલ્‍લાં પંદર વર્ષ સુધી આ લોકો ક્‍યાંય નજરે ચઢ્‍યા નહોતા અને હવે સામે આવ્‍યા છે.' જોકે કોર્ટે પ્રિયા કપૂરને તમામ સંપત્તિઓની વિગત આપવાનો આદેશ આપ્‍યો છે અને આગામી સુનાવણી ૯ ઓક્‍ટોબરે થશે.(૩૮.૧૧)

(9:43 AM IST)