તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
તારી છાતી છોકરીઓ જેવી નથી, તું તો છોકરો છો! નવી દુલ્હનને જોઈ સાસુએ શંકા કરી, પતિએ ઘરમાંથી કાઢી મુકી
ઉત્તર પ્રદેશના આગરામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યોઃ મહિલાએ પોતાના પતિ અને સાસરિયા પર દહેજ માટે ટોર્ચર કરવાની સાથે જ તેના શારીરિક અંગો પર ગંદી કોમેન્ટ કરવાનો કેસ નોંધાવ્યો : હવે મને પાછી તેમના ઘરે રાખવાના બદલામાં એક સ્કોર્પિયો કારની ડિમાન્ડ કરી રહ્યા છેઃ મહિલાનો આરોપ

આગરા તા.૧૧: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક અને યુવતીના ધામધૂમથી લગ્ન કર્યા. તમામ રસમ પૂરી કર્યા બાદ દુલ્હન જ્યારે સાસરીયે પહોંચી તો સાસુએ દેકારો શરુ કર્યો. વહુને જોઈ સાસુ ચોંકી ગયા અને કહ્યું કે, આ તો છોકરી લાગતી જ નથી. તેનું શરીર તો છોકરા જેવું છે. સાસુની વાત સાંભળી વરરાજાએ પણ માથું પકડી લીધું. તે પણ દુલ્હનને છોકરી નહોતો માનતો અને કહ્યું કે, હું તને હાલમાં જ ત્રિપલ તલાક આપું છું. બિચારી દુલ્હન રડતી-રડતી પોલીસ સ્ટેશને પહોંચી અને આખી આપવીતી જણાવી.
આ ઘટના યુપીના આગરામાંથી સામે આવી છે. અહીં નગલા મેવાતીની રહેવાસી યુવતીના સંબંધ બુલંદશહરના શિકારપુરના રહેવાસી આશિક મંસૂરી સાથે થયા હતા. બંનેના નિકાહ ગત વર્ષે ૧૧ નવેમ્બરના રોજ થયા હતા. આ લગ્નમાં ૧૨ લાખનો ખર્ચો પણ કર્યો હતો. તો વળી મેહરમાં ૫૦ ગ્રામ સોનું આપવાનું નક્કી કર્યું હતું. પણ સાસુ નાઝરીન, સસરા શમીમ અને અન્ય લોકો દહેજથી સંતુષ્ટ થયા નહીં. તેઓ વારંવાર વધારે દહેજની માગ કરવા લાગ્યા. એટલું જ નહીં દુલ્હનને પણ વારંવાર વધારે દહેજ લાવી આપવા માટે પિયરે મોકલી દેતા હતા.
આ ઘટના બાદ આ પરિણીત મહિલાએ પોતાના પતિ અને સાસરિયા પર દહેજ માટે ટોર્ચર કરવાની સાથે જ તેના શારીરિક અંગો પર ગંદી કોમેન્ટ કરવાનો કેસ નોંધાવ્યો છે. વિવાહિતાએ આરોપ લગાવ્યો કે, સાસુ દરરોજ કહેતી હતી કે તે પોતાના ઘરેથી વધારે દહેજ લઈને આવે. તે એમ પણ કહેતા હતા કે તે છોકરી નથી લાગતી. મારું શરીર છોકરા જેવું છે. પતિએ આ વાત પર મને ત્રિપલ તલાક આપી દીધા. હવે મને પાછી તેમના ઘરે રાખવાના બદલામાં એક સ્કોર્પિયો કારની ડિમાન્ડ કરી રહ્યા છે.
આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે દુલ્હન સાથે તમામ હદ પાર થઈ ગઈ. સાસરિયાના લોકોએ તેને બંધક બનાવીને ખૂબ મારપીટ કરી. જ્યારે પરિવારના લોકોને આ વાતની ખબર પડી તો દીકરીને છોડાવી લાવ્યા. ત્યાર બાદ પોલીસને ફરિયાદ કરી. પણ પોલીસે કોઈ મદદ કરી નહીં. જો કે હવે કોર્ટના આદેશ પર તાજગંજમાં ફરિયાદ નોંધાઈ છે.
પીડિતાએ રડતાં-રડતાં આરોપ લગાવ્યો કે, જ્યારે સાસરિયાવાળાને કંઈ બહાનું મળ્યું નહીં તો તેમણે મારા શરીર પર કટાક્ષ કરવાનું શરુ કરી દીધું. સાસુ હંમેશા કહેતા કે હું છોકરા જેવી દેખાવ છું. મારી છાતી ઉપસેલી નથી. વારંવાર ખામી કાઢતા રહે છે. તેના બદલામાં સ્કોર્પિયો કાર અને બે લાખ રુપિયાની માગ કરવા લાગ્યા. જ્યારે મેં ના પાડી તો મને બંધક બનાવી અને રોજ ભૂખી-તરસી રાખી મારપીટ કરવા લાગ્યા. (૩૮.૧૦)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
