<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જીએસટીના દરમાં ફેરફાર બાદ રિફંડ કેવી રીતે લઈશું? વેપારીઓમાં અવઢવ

૨૨ સપ્‍ટેમ્‍બરથી જીએસટીના દરમાં મોટાપાયે ફેરફાર થવાની કરાયેલી જાહેરાત

 

મુંબઇ તા.૧૧: ૨૨ સપ્‍ટેમ્‍બરથી જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવનાર છે. તે અંગેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ તેના લીધે વેપારીઓની પરેશાનીમાં અત્‍યારથી જ વધારો થયો છે. તે માટેનું કારણ એવું છે કે હવે જીએસટીના બે જ દર નક્કી કરવામાં આવ્‍યા છે. જ્‍યારે કેટલાક પરથી તો જીએસટી હટાવી દેવામાં આવ્‍યો છે. હવે ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા જેના પર ૧૨ કે ૧૮ ટકા જીએસટી હતો તેમાં થરાડી કરીને પાંચ ટકા કરી નાંખવામાં આવ્‍યો હોય અથવા તો કેટલાકમાં જીએસટી કાઢી નાંખવામાં આવ્‍યો હોય તો તેમાં રિટર્ન કેવી રીતે ભરવું અને ભર્યા પછી તેનું રિફંડ મળશે કે નહીં તે માટે વેપારીઓમાં અત્‍યારથી જ અસમંજસતાનો માહોલ જોવા મળી રહ્યા છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા જીએસટીના દરમાં ફેરફાર કરવાની અને તેનો અમલ કરવાની જાહેરાત તો કરી દીધી છે. અમુલ પરંતુ જે ચીજવસ્‍તુના ભાયમાં અથવા તો જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્‍યા બાદ તેના રિટર્ન કેવી રીતે ભરવા, રિફડ લેવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. તેમાં કેવી તકેદારી રાખવાની રહેશે. તે સહિતની બાબતની હજુ સુધી સ્‍પષ્ટતા કરી નથી. તેના કારણે વેપારી રિટનં ભરે તો તેને નોટિસ આવવાનો પણ ડર હોય તો સતાવી રહ્યો છે. જેવી કેન્‍દ્ર સરકાર દ્વારા સપ્‍ટેમ્‍બર માસનું રિટને ઓક્‍ટોબરની ૨૦ તારીખ પહેલા મરવાનું હોય છે તે પહેલા તે અંગેની સ્‍પષ્ટતા કરે તે ખૂબ જ જરૂરી હોવાનો ગણગણાટ વેપારીઓમાં જ થઈ રહ્યો છે. (૩૮.૭)

સ્‍ટોક હોય તો તેના માટે પણ સ્‍પષ્ટતાનો અભાવ

વેપારીએ જે પાયુ ૧૮ ટકા જીએસટી ચુકવીને ખરીદી હોય તે વસ્‍તુ ૨૨ સપ્‍ટેમ્‍બર બાદ વેચવા માટે જાય ત્‍યારે તેના પર પાંચ ટકા જ જીએસટી મળવાનો છે. તો બાકી રહેવા જીએસટીનું રિફંડ મળવો કે નહીં વેપારી પાસે ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા સ્‍ટોક હોય તો તેના માટે શું કાર્યવાહી કરવાની રહેશે તેની પણ પુરતી સ્‍પષ્ટતા જીએસટી કાઉન્‍સિલની બેઠક દ્વારા જાહેરાત કરવામાં આવેલી પ્રેસનોટમાં પણ તેનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો નથી જેથી હાલ તો સામાન્‍ય વર્ગમાં જીએસટીના દરમાં ઘટાડો થવાના કારણે ચીજવસ્‍તુના ભાવમાં ઘટાડો થવાની વાતે રાહત જોવા મળી રહી છે. તેની સામે વેપારીઓમાં તેનો અમલ અધવચ્‍ચે કરવાના કારણે ગુંચવાડાભરી સ્‍થિતિ ઊભી થઇ છે.

રિટર્નની તારીખ આવે તે પહેલા પૂરતી સ્‍પષ્ટતા કરવામાં આવવી જોઇએ

જીએસટીના દરમાં ફેરફારને કારણે રિટર્ન અને મોટાભાગના વેપારીઓમાં હાલ અસમંજસતાનો માહોલ છે. તેના કારણે રિટર્ન ભરવાની તારીખ આવે તે પહેવા તે અંગેની સ્‍પષ્ટતા કરી દેવામાં આવે તે જરૂરી છે. કારણ કે તે સિવાય વેપારીઓ દ્વારા રિટર્ન ભરવામાં આવે તો તેઓને નોટિસ મળવાની પણ ચિંતા હાલ સતાવી રહી છે. (ટેકસ કન્‍સલ્‍ટન્‍ટ)

(9:44 AM IST)