News of Thursday, 11th September 2025
હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી જીએસટી વગર ૨૨મી પહેલાં પણ ખરીદી શકાશે
અન્ડરાઈટિંગમાં અને પોલિસી ઈશ્યૂ કરવામાં સમય લાગતો હોવાથી હાલમાં પણ જીએસટી વગર પોલિસી લઈ શકાશે

નવી દિલ્હી તા.૧૧: હેલ્થ ઈન્સ્યોરન્સ અને ટર્મ ઈન્સ્યોરન્સના પ્રીમિયમનેજીએસટીમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને પગલે વીમા કંપનીઓ અને ઈન્ટરમીડિયરીએ ૨૨ સપ્ટેમ્બરની રાહ જોયા વગર તેનો અમલ શરૂ કરી દીધો છે અને ગ્રાહકોને અત્યારથી જ તેનો લાભઆપવાનું શરૂ કરી દીધુ છે. અનેક વીમા કંપનીઓએ ૨૨ પહેલાં વીમા પોલિસી ખરીદનારા ગ્રાહકોને જીએસટી ચૂકવ્યા વગર પ્રીમિયમની સુવિધા જાહેર કરી છે. કારણ કે અન્ડરરાઈટિંગમાં અને પોલિસી ઈશ્યૂ કરવામાં સમય લાગતો હોય છે.
સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ આનંદ રોયે કહ્યું હતું કે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય સીમાચિホનરૂપ આર્થિક સુધારો છે જેને કારણે લાખો ભારતીયો માટે વીમો પરવડે તેવો થશે. સરકારના પરિપત્ર મુજબ જીએસટીમાં ફેરફારનો અમલ ૨૨ સપ્ટેમ્બરથી થશે પરંતુ સ્ટાર અને ઈન્ટરમીડિયરીઝે ગ્રાહકોને ત્યાં સુધી રાહ ન જોવી પડે તેવી વ્યવસ્થા શરૂ કરી દીધી છે. અત્યારે પણ ગ્રાહકો જીએસટી ચૂકવ્યા વગર આરોગ્ય વીમા પોલિસી ખરીદી શકે છે. તેમનું કવરેજ ૨૨મીથી શરૂ થશે. તેમણે કહ્યું કે હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે વૈકલ્પિક ખર્ચ નથી. હાલમાં પોલિસી ખરીદવા માગતા ગ્રાહકોને ૨૨મી સુધી રાહ ન જોવી પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેડિકલ ખર્ચ વધી રહ્યા છે ત્યારે જીએસટીમાં આ સુધારાથી હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમની રકમ ઘટશે.
પોલિસીબાઝારડોટકોમથી જાણીતી કંપની પીબી ફિનટેકના જોઈન્ટ ગ્રુપ સીઈઓ સર્વવીર સિંઘે કહ્યું હતું કે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ કોઈપણ પરિવાર માટે જરૂરી છે અને કોઈપણ પરિવાર માટે પોલિસી ખરીદવામાં વિલંબ કરવાનું કોઈ કારણ નથી. અન્ડરરાઈટિંગ અને પોલિસી ઈશ્યૂ કરવામાં સમય લાગતો હોવાથી ગ્રાહકો ૨૨મી પહેલાં પણ જીએસટી ચૂકવ્યા વગર પોલિસી ખરીદી શકે છે.(૩૮.૫)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
