<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ચાંદીમાં મજબૂત સેન્‍ટિમેન્‍ટ એક વર્ષમાં રૂા.૧.૫ લાખ પર પહોંચશે

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૫૦ ડોલરના સ્‍તર સુધી પહોંચી શકે છેઃ મોતિલાલ ઓસવાલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસનો રિપોર્ટ : ૨૦૨૫માં ઔદ્યોગિક માંગ કુલ ઉત્‍પાદનના લગભગ ૬૦% જેટલી થઈ જશે

 

નવી દિલ્‍હી તા.૧૧: મોતિલાલ ઓસવાલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસના અહેવાલ મુજબ આગામી એક વર્ષમાં ચાંદીના ભાવ કિલોગ્રામ દીઠ ૧.૫ લાખ સુધી પહોંચી શકે છે. મજબૂત ઔદ્યોગિક માંગ, ડોલરમાં હવે જોવાથી નરમાઈ અને વૈશ્વિક અનિヘતિતા વચ્‍ચે સલામત રોકાણ તરીકેની માંગ જેવા પરિબળો ચાંદીમાં તેજી આગળ ધપાવશે. અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ ઓસદીઠ ૫૦ ડોલરના સ્‍તર સુધી પહોંચી શકે છે. મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ (MCX) પર ચાંદીએ જાન્‍યુઆરીથી અત્‍યાર સુધીમાં લગભગ ૩૭% વળતર આપ્‍યું છે, જે અન્‍ય અનેક એસેટ ક્‍લાસ કરતાં ઘણું વધારે છે.

મોતિલાલ ઓસવાલ ફાઇનાન્‍શિયલે જણાવ્‍યું કે અગાઉના લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા પછી પણ ચાંદીના ભાવમાં વધારાની શક્‍યતા યથાવત છે. આગામી ૬ મહિનામાં ભાવ ધીમે-ધીમે કિલોગ્રામ દીઠ રૂા. ૧,૩૫,૦૦૦ અને ૧૨ મહિનામાં રૂા. ૧,૫૦,૦૦૦ સુધી જઈ શકે છે. જો કે આ અંદાજ એ માન્‍યતા પર આધારિત છે કે રૂપિયા સામે ડોલર ૮૮.૫ આસપાસ રહેશે.

અમેરિકાની સિલ્‍વર ઇન્‍સ્‍ટિટ્‍યુટનો અંદાજ છે કે ૨૦૨૫માં ઔદ્યોગિક માંગ કુલ ઉત્‍પાદનના લગભગ ૬૦%  જેટલી થઈ જશે. ગ્રીન ટેકનોલોજી  જેમ કે સોલાર પાવર, ઇલેક્‍ટ્રિક વાહનો અને 5G ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર - ચાંદી માટે માંગમાં સતત વધારો સર્જશે. સાથે જ, ૨૦૨૫માં એક્‍સચેન્‍જ-ટ્રેડેડ પ્રોડક્‍ટ્‍સમાં રોકાણ અને સેન્‍ટ્રલ બેન્‍કો દ્વારા રિઝર્વ ડાયવર્સિફિકેશનને કારણે માંગ વધુ વધી રહી છે.

રશિયાએ તાજેતરમાં પોતાના રિઝર્વ માટે ચાંદી ખરીદવાની જાહેરાત કરી છે અને તેણે આગામી ત્રણ વર્ષ માટે ૫૩.૫ કરોડ ડોલર ફાળવી પણ દીધા છે. સાઉદી અરેબિયાની સેન્‍ટ્રલ બેન્‍કે પણ આ વર્ષે લગભગ ૪ કરોડ ડોલરની ચાંદીનું સિલ્‍વર ETFsમાં રોકાણ કર્યું છે.

૨૦૨૫ના પ્રથમછમહિનામાં ભારતમાં ૩,૦૦૦ ટનથી વધુ ચાંદીની આયાત થઈ છે, જે ઉદ્યોગ અને રોકાણકારો બન્ને તરફથી મજબૂત માંગ દર્શાવે છે. આ વર્ષે ભારતમાં સિલ્‍વર ઈટીએફની એસેટ્‍સ અન્‍ડર મેનેજમેન્‍ટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

રિપોર્ટ મુજબ જેક્‍સન હોલ સિમ્‍પોઝિયમ પછી સપ્‍ટેમ્‍બરમાં ૨૫ બેસિસ પોઈન્‍ટનો વ્‍યાજદર ઘટાડો નિヘતિ લાગે છે. ઘટતા દરો અને અમેરિકન યીલ્‍ડ્રસ ચાંદી સહિત કિંમતી ધાતુઓ માટે સાનુકૂળ છે. જોકે તેમ છતાં આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે તાજેતરની તેજી બાદ ટૂંકા ગાળામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે સુધી ઘટાડો થાય તો તેમાં ખરીદી શરૂ કરી શકે છે. છે. રોકાણકારો હાલના સ્‍તરથી લઈને કિલોગ્રામદીઠ રૂા. ૧,૧૮,૦૦૦-૧,૧૫,૦૦૦

અમેરિકાના જીડીપી અને લેબર માર્કેટ મજબૂત છે, રોકાણ તથા ઔદ્યોગિક માંગ વધતી જાય છે, ચીનના અર્થતંત્રમાં રિવાઈવલની આશા છે અને ભૌગોલિક-રાજકીય જોખમોને ધ્‍યાનમાં લેતા ચાંદીના ભાવમાં આગેકૂચની સંભાવના છે. આ વર્ષે સતત પાંચમા વર્ષ માટે બજારમાં સપ્‍લાયની તંગી જોવા મળી રહી છે, જે માર્કેટ સેન્‍ટિમેન્‍ટને વધુ મજબૂત કરી રહ્યું છે.(૩૮.૩)

(9:46 AM IST)