તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
સમાચારો ઉડતી નજરે

* બિહારના પટનામાં રાષ્ટ્રીય જનતા દળના એક નેતાની સરા જાહેર દુકાનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે રાજકુમાર રાય નામના ગુંડાએ તેમની ઉપર ગોળીબાર કરેલ
* અરવલ્લી જિલ્લામાં બાઇક ઉપર જઈ રહેલ પતિ પત્ની અને બાળકને સામેથી પૂરપાટ આવતી મોટર કારે હડફેટે લેતા ત્રણેયના મૃત્યુ થયા છે
* ઇઝરાઇલે આજે યમનની રાજધાની નજીક બેફામ હવાઈ હુમલા કરતા ત્રણેક ડઝન લોકોના મોત થયા છે, જ્યારે સવાસોથી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા છે. લશ્કરી હેડક્વાર્ટર અને પેટ્રોલ પંપને ફૂંકી મારવામાં આવેલ
* આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતજીનો આજે ૭૫મો જન્મદિવસ, નરેન્દ્રભાઈએ શુભેચ્છા પાઠવી, નરેન્દ્રભાઈનો જન્મદિવસ ૬ દિવસ પછી ૧૭ સપ્ટેમ્બરે *
* નેપાળમાં ફસાયેલા ૧૨૩ ભારતીય નાગરિકો સાથે પ્રથમ વિમાન ભારત આવવા રવાના થઈ ગયું
* મહારાષ્ટ્રના ૧૫૦ અને છત્તીસગઢ, ગુજરાતના પણ સંખ્યાબંધ પર્યટકો નેપાળમાં ફસાયેલા છે
*નરેન્દ્રભાઈ આજે વારાણસીમાં રહેશે અને મોરીસસના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે તેવી સંભાવના.
* નરેન્દ્રભાઈ આજે ઉત્તરાખંડના પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
