<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જીએસટીમાં સુધારાથી વપરાશી માગ વધશેઃ મહેસૂલી આવક ઘટશેઃ મૂડીઝ

ખાનગી વપરાશ પ્રોત્‍સાહિત થવાની શક્‍યતા છે અને આર્થિક વૃદ્ધિને પણ ટેકો મળશે

નવી દિલ્‍હી તા.૧૧: દેશમાં ૩૭૫ ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા ઘટાડાથી વપરાશી માગની વૃદ્ધિને પ્રેરકબળ મળશે, જોકે, તેની સામે સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થશે, એમ અગ્રણી રેટિંગ એજન્‍સી મૂડીઝે  જણાવ્‍યું હતું.

હાલમાં ભારત અમેરિકી ઊંચા ટેરિફ જેવા બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે ત્‍યારે સરકારે જીએસટીના અસરકારક દરમાં કરેલા ઘટાડાને કારણે ખાનગી વપરાશ પ્રોત્‍સાહિત થવાની શક્‍યતા છે અને આર્થિક વૃદ્ધિને પણ ટકો મળશે, એમ મૂડીઝે એક અહેવાલમાં જણાવ્‍યું છે.

ગત સપ્તાહે મળેલી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં જીએસટીનાં દરને  પાંચ ટકા અને ૧૮ ટકાની શ્રેણીમાં વર્ગિકૃત કરવાને મંજૂરી આપવામાં આવી હતી. તેમ જ તંબાકુ અને તેને લગતા ઉત્‍પાદનો અને અલ્‍ટ્રા લક્‍ઝરી ચીજો પર ૪૦ ટકા વિશેષ જીએસટીને પણ મંજૂરી આપવામાં આવી હતી.  તંબાકુ અને તેને લગતા ઉત્‍પાદનો સિવાય પરનાં નવાં જીએસટીના દર આગામી ૨૨મી સપ્‍ટેમ્‍બરથી અમલી થશે, જ્‍યારે તંબાકુ અને તેને લગતા ઉત્‍પાદનો પર આગામી ૩૧મી ડિસેમ્‍બર સુધી ૨૮ ટકા જીએસટી અને કોમ્‍પેન્‍શેસન સેસ અમલી રહેશે.

ગત ફેબ્રુઆરીમાં સરકારે આવકવેરાની મર્યાદામાં વધારો કર્યો હોવાથી ઘણાં મધ્‍યમવર્ગના કરદાતાઓ વેરાની પરિમિતિમાંથી બહાર થયા છે અને ઘણાં કરદાતાઓનાં કરવેરામાં ઘટાડો થતા સામાન્‍ય જનતાને રાજકોષીય નીતિવિષયક લાભ ટેકો મળ્‍યો છે.

ત્‍યાર બાદ સરકારે જીએસટીના દરમાં ઘટાડો કરતાં જનતાને વધુ ટેકો મળ્‍યો છે. આ બન્ને સુધારા થકી ઘરગથ્‍થું વપરામાં વધારો થશે, જે જીડીપીનો ૬૧ ટકા જેટલો હિસ્‍સો બહોળો હિસ્‍સો ધરાવે છે.

આમ ભાવનું સ્‍તર નીચે જવાથી ફુગાવો પણ અંકુશિત રહેશે, એમ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારના આ પગલાંથી ગત નાણાકીય વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં સરકારની આવકમાં અંદાજે રૂ. ૪૮૦૦૦ કરોડ (૫.૪ અબજ ડોલર)નો ઘટાડો થશે.

ગત  એમ મૂડીઝે અહેવાલમાં  ઉમેર્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ચાર મહિનામાં સરકારની મહેસૂલી આવકમાં વર્ષાનુવર્ષ ધોરણે માત્ર ૦.૮ ટકાનો વધારો થયો છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નાં સમાનગાળામાં જોવા મળેલા ૨૧.૩ ટકા કરતાં ઘણો ઓછો છે.

વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં અથવા તો પહેલા ચાર મહિનામાં કેન્‍દ્ર સરકારના ખર્ચમાં ૨૦.૨ ટકાનો વધારો થયો છે હોવાથી કેન્‍દ્ર સરકારની ખાધ જે ગત સાલના સમાનગાળામાં ૨.૮ ટ્રિલ્‍યન ડોલરની હતી તેની સામે વધીને ૪.૭ ટ્રિલિયનની સપાટીએ રહી છે.(૩૮.૧૪)

(10:13 AM IST)