<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ ૯૯

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૯૯:‘‘સ્‍વયંને બધી દિશાઓમાં વ્‍યાપી ગયેલાની જેમ અનુભવ કરો સુદુર સમીપ,''

બધા પોતપોતાની રીતે પોતાની આજુબાજુ મહેલ બનાવી દે છે કે જેથી બીજું કોઇ ભીતર ના  આવી શકે અને તેઓ પોતે શાંતીથી રહી શકે. પરંતુ પછી તમે પહેલાથી જ મરી ગયા અને શાંતી તો એમને ઘટે છે કે જેઓ જીવંત છે. શાંતી કોઇ મડદાલ વસ્‍તુ નથી. જીવંત રહો, ખતરામાં જીવો. એક સંવેદનશીલ મુકત જીવન જીવો કે જેથી તમને સર્વ કાંઇ સ્‍પર્શી શકે અને પોતાની સાથે બધુ જ થવા દો. જેટલું તમારી સાથે કશુંક ઘટશે એટલા જ તમે સમૃધ્‍ધ થશો. પછી તમે આ વિધિનો અભ્‍યાસ કરી શકો છો. પછી આ વિધિ ઘણી સરળ છે અને તમારે એનો અભ્‍યાસ કરી શકો છો. પછી આ વિધિ સરળ છે અને તમારે એનો અભ્‍યાસ કરવાની જરૂર પણ નહી પડે. બસ, ભાવ કરો અને તમે આખા આકાશમાં પરિવ્‍યાપ્‍ત થઇ જશો.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:11 AM IST)