<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સીબીઆઈને મોટી સફળતા : વોન્ટેડ આરોપી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત લાવવામાં આવ્યો : જાલસાજી અને છેતરપિંડીના ગંભીર આરોપ

ઇન્ટરપોલના માધ્યમથી રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી : કુવૈતની પોલીસે હૈદરાબાદના એરપોર્ટ પર સીબીઆઈને સોંપ્યો : કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને આજે, ગુરુવાર, ૧૧ સપ્ટેમ્બરના રોજ એક મોટી સફળતા મળી છે. CBIએ છેતરપિંડી અને જલસાજીના કેસોમાં વોન્ટેડ આરોપી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પ્રત્યાર્પિત કરવામાં સફળતા મેળવી છે.
મુનવ્વર ખાન સામે જલસાજી અને છેતરપિંડીના ગંભીર આરોપો છે. તેની ધરપકડ માટે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ઇન્ટરપોલના માધ્યમથી તેની સામે રેડ નોટિસ જારી કરવામાં આવી હતી.
આ ઓપરેશનને અંજામ આપવા માટે CBIની ઇન્ટરનેશનલ પોલીસ સપોર્ટ યુનિટ (IPCU) એ ભારતના વિદેશ મંત્રાલય અને કુવૈતના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB-કુવૈત) સાથે સંકલન સાધ્યું હતું. ઓપરેશનના ભાગરૂપે, કુવૈત પોલીસની એક ટીમ મુનવ્વરને હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવી હતી, જ્યાં CBIની સ્પેશિયલ યુનિટ STBની ચેન્નઈ ટીમે તેની ધરપકડ કરી હતી.
CBIના જણાવ્યા મુજબ, મુનવ્વર લાંબા સમયથી ફરાર હતો. તેનું પ્રત્યાર્પણ CBI અને ઇન્ટરપોલ વચ્ચેના અસરકારક સહયોગનું પરિણામ છે, જે દર્શાવે છે કે ભારત પોતાના નાગરિકોને ન્યાયના દાયરામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. મુનવ્વર ખાન સામે જલસાજી અને છેતરપિંડીના કેસોમાં કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

 

(11:24 AM IST)