<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ટ્રમ્‍પ પણ ખરા છે : ભારત ઉપર ૧૦૦% ટેરિફ ઝીંકવા EU સમક્ષ ધોકો પછાડયો પણ ધાર્યુ ન થયુ

EUએ ટ્રમ્‍પના પ્રેશરની હવા કાઢી નાખી

લંડન, તા.૧૧: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન પર દબાણ લાવવા માટે રશિયન તેલના મુખ્‍ય ખરીદદારો ભારત અને ચીન પર ૧૦૦% ટેરિફ લાદવાનું સૂચન કર્યું હતું. પરંતુ યુરોપિયન યુનિયન (EU) આ સૂચન અપનાવવાની શકયતાને નકારી રહ્યું છે. મંગળવારે ટ્રમ્‍પે સીધા EU પ્રતિબંધો દૂતાવાસ ડેવિડ ઓઁસુલિવાન અને અન્‍ય અધિકારીઓનો સંપર્ક કર્યો. EU ટીમ રશિયા સામે લાદવામાં આવનાર પ્રતિબંધો અંગે ચર્ચા કરવા વોશિંગ્‍ટન આવી હતી.

EU પ્રતિબંધો અને ટેરિફને અલગ રીતે જુએ છે. પ્રતિબંધો લાદતા પહેલા લાંબી તપાસ થાય છે, જેથી કાનૂની આધાર મજબૂત રહે. અત્‍યાર સુધી, EU એ ફક્‍ત રશિયા અને બેલારુસના ખાતરો અને કળષિ ઉત્‍પાદનો પર ટેરિફ લાદ્યો છે. EU અધિકારીઓના મતે, સમગ્ર ભારત અથવા ચીન પર ૧૦૦% ટેરિફ લાદવાનું જોખમી રહેશે. તેના બદલે, ફક્‍ત થોડી કંપનીઓને લક્ષ્ય બનાવવું સરળ છે અને જો તેઓ રશિયન કંપનીઓ સાથે વ્‍યવસાય કરવાનું બંધ કરે, તો પ્રતિબંધો પણ દૂર કરી શકાય છે. જુલાઈમાં, EU એ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં ભારતની નાયરા તેલ રિફાઇનરી અને બે ચીની બેંકોનો સમાવેશ થાય છે.હાલમાં, EU અને ભારત વચ્‍ચે વેપાર કરાર અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો કળષિ, ડેરી અને અન્‍ય વેપાર સંબંધિત મુશ્‍કેલીઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષમાં ભારત અને EU વચ્‍ચેનો વેપાર ૩ ગણો વધ્‍યો છે. ૨૦૨૪ માં, ભારત EUનો સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો અને EU ભારતનો ચોથો સૌથી મોટો આયાત ભાગીદાર હતો. ૨૦૨૩-૨૪ માં ભારત અને EU વચ્‍ચે કુલ માલનો વેપાર $૧૩૭.૪૧ બિલિયન હતો. આ ઉપરાંત, ૨૦૨૩ માં બંને વચ્‍ચે સેવાઓનો વેપાર $૫૧.૪૫ બિલિયન હતો. EU મુખ્‍યત્‍વે ભારતમાંથી મશીનરી, સાધનો, રસાયણો, ધાતુઓ, ખનિજ ઉત્‍પાદનો અને કપડાં મેળવે છે, જ્‍યારે ભારત EU પાસેથી મશીનરી, સાધનો, વાહનો અને રસાયણો મેળવે છે.

(3:22 PM IST)