News of Thursday, 11th September 2025
સીમા હૈદર અને સચિનના નામે થયો કરોડોનો ખેલ
EDની ટીમો દોડતી થઈઃઈડીનું આ ૬૫૦ કરોડના Vuf ITC કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન

નવી દિલ્હી, તા.૧૧
પાકિસ્તાનની સીમા હૈદર અને તેના પતિ સચિનના નામે એક મોટું કૌભાંડ થયું છે. આ ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શનમાં આવી છે. ઈડીએ આ ૬૫૦ કરોડના Vuf ITC કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ઈડીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એવા આરોપીઓ અને કંપનીઓ વિરુદ્ધ છે, જેઓ ફેક કંપનીઓ અને શેલ કંપનીઓ બનાવીને કાગળ પર નકલી કામગીરી કરીને ટેક્સ ચોરી અને મની લોન્ડ્રિંગ જેવા ગેરકાયદેસર કામો કરે છે. આ મામલે ઈડીની ઈટાનગર સ્થિત ઝોનલ ઓફિસની ટીમે ૧૧ સપ્ટેમ્બરની સવારે ૫ વાગ્યાથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન ઘણા મહત્વના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે, અને આગામી દિવસોમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.
તપાસ એજન્સી ઈડીના જણાવ્યા મુજબ, લગભગ ૬૫૦ કરોડના ITC કૌભાંડમાં ઘણા હવાલા કારોબારીઓ, બનાવટી કંપનીઓના ડિરેક્ટરો અને આ કૌભાંડને અંજામ આપનારા આરોપીઓ તપાસ એજન્સીની રડાર પર છે. આ લોકોએ અસલમાં કોઈ વેપાર કર્યા વગર જ નકલી બિલો બનાવીને ૬૫૦ કરોડ રૃપિયાનું ટેક્સનું કૌભાંડ આચર્યું છે. ઈડીને શંકા છે કે આ રકમનો ઉપયોગ હવાલા અને અન્ય ગેરકાયદેસર કામોમાં થયો હોઈ શકે છે.
આ મામલે તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૨૪માં બિહારના દરભંગા જિલ્લામાં રહેતા બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈઓ, આશુતોષ ઝા અને વિપિન ઝાની અરુણાચલ પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર ૧૦૦ કરોડના ITC કૌભાંડ (ઈનપુટ ટેક્સ ક્રેડિટ ગોટાળા)નો આરોપ હતો. આ બંને ભાઈઓએ તો પાકિસ્તાની સીમા હૈદર અને તેના ભારતીય પતિ સચિનના નામે પણ કૌભાંડ આચર્યું હતું.
ઈડીના જણાવ્યા મુજબ, અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં રાહુલ જૈનની 'સિદ્ધિવિનાયક ટ્રેડ મર્ચન્ટ' નામની કંપની ચાલે છે. આ બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈઓએ સીમા હૈદર અને સચિનના ફોટોનો ઉપયોગ કરીને બનાવટી આઈડી બનાવી અને ITC કૌભાંડને અંજામ આપ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, આ બંને ભાઈઓએ સીમા હૈદર અને સચિનના ફોટાવાળી આઈડીથી ૯૯.૨૧ કરોડ રૃપિયાનો ગોટાળો કર્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
