<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સંજય કપૂરના વારસા પર વિવાદ: 'મારા દીકરાએ મને છત વગર છોડી દીધી,' માતા રાની કપૂરે પ્રિયા સચદેવ સામે ગંભીર આરોપો લગાવ્યા!

રાની કપૂરે યુકેના અધિકારીઓને પત્ર લખીને સંજયના મૃત્યુની તપાસની પણ માંગ કરી છે, જેમાં તેમણે સંભવિત હત્યા, કાવતરું અને નાણાકીય છેતરપિંડીનો કર્યો ઉલ્લેખ

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના અવસાન બાદ તેમના ₹30,000 કરોડના વારસાને લઈને મોટો કાનૂની વિવાદ શરૂ થયો છે. સંજયની વિધવા પ્રિયા સચદેવ અને તેમના બાળકો સમાયરા અને કિયાન વચ્ચે ચાલી રહેલા કેસમાં હવે સંજયની માતા રાની કપૂર પણ જોડાઈ ગયા છે. રાનીએ પ્રિયા પર તેમની સંપત્તિ હડપ કરવાનો અને તેમને 'છત વગરના' કરી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
 
માતા રાની કપૂરના ગંભીર આક્ષેપો

• વસિયત બનાવટી: રાની કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે પ્રિયાએ તેમના પુત્રની વસિયતમાં છેડછાડ કરી છે. તેમના વકીલે કોર્ટમાં કહ્યું કે, "મારે ઓછામાં ઓછા 15 ઈમેલ લખવા પડ્યા હતા, પરંતુ મને વસિયત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આજે મારી પાસે કંઈ નથી."

• સંપત્તિ વેચવાનો આરોપ: રાની કપૂરે આરોપ લગાવ્યો છે કે પ્રિયા સચદેવ હવે તેમના પુત્રની સંપત્તિ વેચી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે પ્રિયા ત્રણ મહિના પહેલા લગ્ન કરીને આવી, ત્યારે બધું કેવી રીતે ચાલ્યું ગયું?"

• બાળકોનો ટેકો: કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બાળકો સમાયરા અને કિયાન પણ પ્રિયા સામે અલગ કેસ લડી રહ્યા છે, જેમાં તેમણે પણ વસિયતને નકલી ગણાવી છે.
 
કોર્ટનો નિર્ણય અને વધુ વિવાદ
દિલ્હી હાઈકોર્ટે બુધવારે પ્રિયા સચદેવને સંજય કપૂરની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિનો હિસાબ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કાનૂની વિવાદ વચ્ચે, રાની કપૂરે યુકેના અધિકારીઓને પત્ર લખીને સંજયના મૃત્યુની તપાસની પણ માંગ કરી છે, જેમાં તેમણે સંભવિત હત્યા, કાવતરું અને નાણાકીય છેતરપિંડીનો ઉલ્લેખ કર્યો છે. સંજય કપૂરનું આ વર્ષે જૂનમાં લંડનમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

 

(9:36 PM IST)