News of Thursday, 11th September 2025
શાહરૂખ ખાને મદદનો હાથ લંબાવ્યો : પંજાબ પૂરથી પ્રભાવિત ૧૫૦૦ પરિવારોને દત્તક લીધા
શાહરુખ ખાન ઉપરાંત, સલમાન ખાન, સોનુ સૂદ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ જેવા મોટા સેલિબ્રિટી પણ પંજાબ પૂર રાહતમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે

ગુરુદાસપુર : પંજાબમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોના જીવનને તબાહ કરી દીધા છે. ખેતરો નાશ પામ્યા છે, ઘરો તૂટી ગયા છે અને લોકો બેઘર થઈને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. આ મુશ્કેલ સમયમાં, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન આગળ આવ્યા છે. તેમની સંસ્થા મીર ફાઉન્ડેશને અમૃતસર, પટિયાલા, ફાઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લાના લગભગ ૧૫૦૦ અસરગ્રસ્ત પરિવારોને દત્તક લીધા છે અને તેમને જીવનની દરેક સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
મીર ફાઉન્ડેશને સ્થાનિક NGO વોઇસ ઓફ અમૃતસર સાથે મળીને પૂરગ્રસ્ત પરિવારોને દવાઓ, સ્વચ્છતા સાધનો, ખાદ્ય પદાર્થો, મચ્છરદાની, તાડપત્રી, પથારી અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનું કામ શરૂ કર્યું છે.
શાહરુખ ખાન ઉપરાંત, સલમાન ખાન, સોનુ સૂદ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ જેવા મોટા સેલિબ્રિટી પણ પંજાબ પૂર રાહતમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સલમાન ખાનની સંસ્થા 'બીઇંગ હ્યુમન' એ પાંચ બચાવ બોટ મોકલી છે અને અસરગ્રસ્ત ગામડાઓને દત્તક લેવાની પણ જાહેરાત કરી છે. સોનુ સૂદ તેના પરિવાર સાથે હજારો ગામડાઓમાં રાહત પહોંચાડી રહ્યો છે.
શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન મુખ્યત્વે એસિડ એટેક બચી ગયેલા લોકો અને મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થા હંમેશા મદદ માટે આગળ આવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ, મીર ફાઉન્ડેશને ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલો માટે પલંગ, રાશન અને પૈસા પૂરા પાડ્યા. હવે ફરી એકવાર, તે પૂરથી ઝઝૂમી રહેલા પંજાબના પરિવારોને ટેકો આપવા માટે કામ કરી રહ્યું છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
