News of Friday, 12th September 2025
ભારત-ચીન પર ૧૦૦% ટેરિફ લાદોઃ ઇયુ પછી હવે યુએસએ G7ને કહ્યું
રશિયા પર આર્થિક દબાણ વધારવા માટે તેના સાથી દેશો પર એક નવો દાવ રમ્યો

નવી દિલ્હી તા.૧૨: યુએસએ રશિયા પર આર્થિક દબાણ વધારવા માટે તેના સાથી દેશો પર એક નવો દાવ રમ્યો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે G7 દેશો ભારત અને ચીન પાસેથી રશિયન તેલ ખરીદી પર ૫૦ થી ૧૦૦ ટકા સુધીના ભારે ટેરિફ લાદે.
G7 દેશોના નાણામંત્રીઓ શુક્રવારે આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે વીડિયો કોલ દ્વારા મળશે. ટ્રમ્પે અગાઉ યુરોપિયન યુનિયનને બેઇજિંગ અને નવી દિલ્હી પર ૧૦૦ ટકા સુધીના ટેરિફ લાદવાની અપીલ કરી છે.
યુએસ ટ્રેઝરી પ્રવક્તાએ કહ્યું, ચીન અને ભારત દ્વારા ખરીદાયેલ રશિયન તેલ પુતિનના યુદ્ધ મશીનને ચલાવી રહ્યું છે અને યુક્રેનિયન લોકોની હત્યાને લંબાવી રહ્યું છે. યુદ્ધ પૂરું થતાં જ આ ટેરિફ દૂર કરવામાં આવશે. આ અપીલ EU ને કરવામાં આવી હતી
અગાઉ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) ને ભારત અને ચીન પર ૧૦૦% સુધીના ટેરિફ લાદવાની અપીલ કરી હતી. ટ્રમ્પ કહે છે કે આમ કરવાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આર્થિક દબાણ વધશે. એક યુએસ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે જો તેના યુરોપિયન ભાગીદારો તેને ટેકો આપે તો જ અમેરિકા આ પગલું લેશે. આ પગલાનો ઉદ્દેશ્ય ભારત અને ચીનને રશિયન તેલ ખરીદવાથી રોકવાનો છે, જેથી યુદ્ધ માટે રશિયાને મળતો આર્થિક ટેકો રોકી શકાય.
જોકે, યુરોપિયન યુનિયન (EU) આ સાથે સહમત હોય તેવું લાગતું નથી. બ્રસેલ્સ માને છે કે ભારત અને ચીન જેવા મુખ્ય વેપારી ભાગીદારો પર ભારે ટેરિફ આર્થિક જોખમો અને બદલો બંને ઉભા કરે છે. તેના બદલે EU ૨૦૨૭ સુધીમાં રશિયન ઊર્જા પરની તેની નિર્ભરતા સમાપ્ત કરવા અને નવા કડક પ્રતિબંધો લાદવાના પક્ષમાં છે.
હાલમાં G7 ની અધ્યક્ષતા કરી રહેલા કેનેડાએ બેઠકની પુષ્ટિ કરી અને કહ્યું કે તે રશિયાની યુદ્ધ ક્ષમતા પર વધુ દબાણ વધારવા માટે ૅવધુ પગલાં લેવાનું વિચારશે.(૩૮.૧૮)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
