News of Friday, 12th September 2025
ટ્રેનઃ એક પ્રેમકથા! ચાલતી ટ્રેનમાં છોકરાએ છોકરીની માંગમાં સિંદૂર ભરી દીધું
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો ચાલતી ટ્રેનમાં પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરતો દેખાય છે.

નવી દિલ્હી તા.૧૨: સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો વાયરલ થતા રહે છે, જે ક્યારેક મજેદાર તો ક્યારેક ચોંકાવનારા હોય છે, ત્યારે હવે આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો એક ટ્રેનનો છે, જેમાં એક છોકરો અને છોકરી છે. સાથે જ ટ્રેનના કોચમાં બેઠેલા અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો ચાલતી ટ્રેનમાં પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરતો દેખાય છે. જો કે છોકરી સતત ના પાડે છે અને કહી રહી છે કે મારા પપ્પા માનશે નહીં. પણ છોકરો રોકાતો નથી અને જબરદસ્તી તેની માંગમાં સિંદૂર ભરી દે છે. વાયરલ થઈ રહેલો વીડિયો કુલ ૨૪ સેકન્ડનો છે. આ વીડિયો ટ્રેનની એસી કોચનો છે. કોચની સાઈડ લોઅર બર્થ પર છોકરો-છોકરી બેઠેલા જોવા મળે છે. આ દરમ્યાન છોકરી પોતાના પ્રેમીને સમજાવી રહી છે અને તેના પાપા આ સંબંધની વિરુદ્ધ છે. તે ક્યારેય માનશે નહીં, પણ ડબ્બામાં બેઠેલા છોકરાના દોસ્ત છોકરી પર લગ્નનું પ્રેશર બનાવી રહ્યા છે.
ત્યાર બાદ વીડિયોમાં તમે એવું સ્પષ્ટ સાંભળી શકો છો કે જે છોકરો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે, તે છોકરાને પૂછે છે કે તું ખુશ છે ને, ત્યાર બાદ તે છોકરીને પણ આ જ સવાલ પૂછે છે, જ્યારે બંને હામાં જવાબ આપે છે તો પ્રેમી અચાનક ઉઠે છે અને છોકરીની માંગમાં સિંદૂર ભરી દે છે આ બધું એક ચાલતી ટ્રેનમાં થઈ રહ્યું છે. તો વળી આ વાયરલ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, થોડા દિવસમાં જ એકાદાનો હિસાબ થઈ જશે, કાં તો ડ્રમમાં અથવા ફ્રીજમાં, તો વળી બીજા યુઝરે લખ્યું કે, ટ્રેન એક પ્રેમકથા. તો વળી બીજા યુઝરે લખ્યું કે બસ બે ચાર અઠવાડિયામાં ભૂત ઉતરી જશે. એક યુઝરે લખ્યું કે, ભાઈ ફર્સ્ટ એસીમાં સુહાગરાતની વ્યવસ્થા કરી દો. તો વળી બીજાએ લખ્યું કે ભાઈ સુહાગરાતનો વીડિયો જોઈએ.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
