News of Friday, 12th September 2025
ભારે કરી! ૧ દુલ્હનના ૨૫ પતિઃ બધા સાથે સુહાગરાત મનાવીઃ સવાર પડતાં તિજોરી ખાલી કરી ભાગી જતી
લગ્નના નામ પર બેથી પાંચ લાખ રૂપિયા વસૂલી લેતા. પછી છોકરા-છોકરીના લગ્ન કરાવી દેતા. લગ્ન બાદ લૂટેરી દુલ્હન સામાન અને પૈસા લઈને ભાગી જતી

ભોપાલ તા.૧૨: શું તમે ક્યારેય એવી દુલ્હન વિશે સાંભળ્યું છે, જેણે ૨૩ની ઉંમરમાં ૨૫ વરરાજા સાથે લગ્ન કર્યા હોય? જી હાં, આ સાચું છે. આજે અમે આપને એક એવી દુલ્હન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે ૨૫ લોકો સાથે લગ્ન કર્યા છે. પણ તે આવું કેવી રીતે કરતી હતી અને આટલા લોકો સાથે લગ્ન કેમ કરતી હતી,
હકીકતમાં જોઈએ તો, આ દુલ્હન ભોપાલના શિવનગરની રહેવાસી છે, જેનું નામ અનુરાધા છે અને ઉંમર ૨૩ વર્ષની છે. આ દુલ્હને કમસે કમ ૨૫ પુરુષો સાથે લગ્ન કર્યા. પછી સુહાગરાત બાદ રોકડ અને કિંમતી સામાન લઈને ફરાર થઈ જતી હતી.
અનુરાધા કેટલાય રાજ્યોમાં નકલી લગ્ન કરી લોકોને છેતરી ચૂકી છે. તે રોકડ, દાગીના અને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ લઈને લગ્નના થોડા દિવસો બાદ ગાયબ થઈ જતી હતી. અનુરાધાનું સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે તેના એક પતિ વિષ્ણુ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી. વરરાજાએ જણાવ્યું કે સુનીતા અને પપ્પૂ મીના નામના બે વ્યક્તિઓએ તેને એક આદર્શ દુલ્હન લાવી આપવાનું વચન આપ્યું હતું, જે બાદ વિષ્ણુએ અનુરાધા સાથે લગ્ન કરી લીધા.
અનુરાધા સાથે લગ્ન કરવા માટે વિષ્ણુએ ૨ લાખ રૂપિયા આપ્યા, લગ્ન સવાઈ માધોપુરમાં થયા હતા. પણ લગ્નના ૭ દિવસ બાદ અનુરાધા રોકડ, દાગીના અને મોબાઈલ ફોન લઈને ભાગી ગઈ અને વરરાજાના બધા અરમાનો તૂટી ગયા.
અનુરાધાના ટોળકીના લોકો સૌથી પહેલા એવા લોકોને શોધતા, જે લગ્ન માટે છોકરી શોધી રહ્યા હોય. આવા લોકોની શોધ બાદ તેમને અનુરાધાની તસવીર બતાવતા. ત્યાર બાદ લગ્નના નામ પર બેથી પાંચ લાખ રૂપિયા વસૂલી લેતા. પછી છોકરા-છોકરીના લગ્ન કરાવી દેતા. લગ્ન બાદ લૂટેરી દુલ્હન સામાન અને પૈસા લઈને ભાગી જતી. જો કે હવે આ લૂટેરી દુલ્હન પકડાઈ ગઈ છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
