<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બની ધમકી: પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે

પોલીસે તાત્કાલિક પરિસર ખાલી કરાવી દીધું: ન્યાયાધીશો, વકીલો સહિત તમામ લોકોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા

નવી દિલ્હી :દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યા બાદ હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બની ધમકી મળી છે. પોલીસે તાત્કાલિક પરિસર ખાલી કરાવી દીધું છે. ન્યાયાધીશો, વકીલો સહિત તમામ લોકોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસને દિલ્હી હાઇકોર્ટના 3 કોર્ટ રૂમમાં વિસ્ફોટની ધમકી મળી છે. લગભગ 11 વાગ્યે માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. બદમાશોએ 2 વાગ્યા સુધીમાં કોર્ટ ખાલી કરવાની ધમકી આપી છે. કોર્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

 

ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ તરત જ દિલ્હી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સાવચેતીના ભાગ રૂપે હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, ધમકીની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ઈમેલના સ્ત્રોત અને સ્થાનને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને કોઈપણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

(1:44 PM IST)