<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ :પૈસા ખર્ચ્યા વગર મફતમાં જુઓ લાઈવ સ્કોર

એશિયા કપની મેચ જોવા માટે સોની સિવાય અન્ય એક પ્લેટફોર્મ પર મેચ લાઈવ જોઈ શકશો

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાશે. રવિવારના રોજ રમાનારી આ મેચમાં કેટલાક રેકોર્ડ પણ બનતા જોવા મળી શકે છે. ચાહકો આતુરતાથી આ હાઈવોલ્ટેજ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેની લાઈવ મેચ અહી તમે જોઈ શકો છો.એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ યુએઈને હરાવી પોતાના મિશનની શરુઆત કરી છે. પહેલી જ મેચમાં ભારતીય ટીમે પોતાની તાકાત દેખાડી હતી. ભારતીય ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. હવે ચાહકો 14 સપ્ટેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે ચાહકો એ જાણવા ઉત્સુક છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાઈવ મેચ ક્યાં જોઈ શકશે

    ચાહકો સોની પર મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકશે છે, તેમજ એશિયા કપની મેચ જોવા માટે સોની સિવાય તમે અન્ય એક પ્લેટફોર્મ પર મેચ લાઈવ જોઈ શકશો છો.એશિયા કપ 2025નું ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગના રાઈટ્સ સોનીએ લીધા છે. જો તમારે ટીવી પર મેચ જોવી છે તો તમે સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર લાઈવ મેચ જોઈ શકો છો. તમે તમારી કોમેન્ટ્રી પર તમારી ભાષામાં પસંદ કરી શકો છો. જો તમારે મેચ તમારા મોબાઈલમાં જોવી છે તો તેના માટે સોની લિવ છે. પરંતુ જો તમે બહુ દિવસથી આ એપ ઓપન કરી નથી. તો હવે સૌથી પહેલા અપટેડ જરુર કરી લો. આ એપ મોબાઈલમાં નથી તો ઈન્સ્ટોલ પણ જરુર કરી લો.  

   હવે અમે તમને બીજી રીત જણાવીએ છીએ. એટલે કે, જો તમે ટીવી પર સોની સ્પોર્ટ્સ અને મોબાઇલ પર સોની લાઇવ એપ પર મેચ જોવા માંગતા નથી, તો તમારા માટે બીજી રીત છે. એશિયા કપની મેચો ફેન કોડ એપ પર પણ આવી રહી છે. આ માટે તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે. ફેન કોડ પર ઘણી બધી રમતો ઉપલબ્ધ છે  

   ભારતીય ટીમની આગામી મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. આ મેચ સાંજે 8 કલાકે શરુ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે થશે.જો તમે કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર એશિયા કપની ભારત પાકિસ્તાનની મેચનો લાઈવ સ્કોર અને લાઈવ અપટેડ જોવા માંગો છો તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર ફ્રીમાં અપટેડ અને લાઈવ સ્કોર જોઈ શકો છો.

(4:10 PM IST)