<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ચાંદીમાં પુનઃ તેજીઃ ૩૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૩૧,૦૦૦ રૂા.ની નવી ટોચે

સોનાના ભાવ ૧,૧૩,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર

 

રાજકોટ, તા., ૧રઃ ચાંદીના ભાવ થોડો સમય સ્‍થિર રહયા બાદ આજે ફરી  તેજી જોવા મળી હતી. ૩૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવ ૧,૩૧,૦૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૩૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,ર૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૩૧,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. ચાંદીનો ભાવ ૧,૩૧,૦૦૦ ઓલટાઇમ હાઇ સપાટી હોવાનું જવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. વિદેશ તથા સ્‍થાનીક લેવલે ચાંદીની માંગ અને વિશ્વ માર્કેટમાં ડોલરની નબળાઇના કારણે ચાંદીમાં ભાવવધારો થયો છે. જો કે આજે સોનાના ભાવમાં કોઇ વધઘટ ન હતી. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૧૩,૦૦૦ ની સપાટીએ સ્‍થિર રહયા હતા. (૪.૧૧)

(2:51 PM IST)