<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું જુનાગઢમાં આગમન આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત : ભવનાથમાં આયોજિત કોંગ્રેસની શિબિરમાં માર્ગદર્શન

રાહુલ ગાંધીએ જિલ્લા અને મહાનગર કોંગ્રેસ પ્રમુખોને પાર્ટીની વિચારધારા, બંધારણ, વોટર લિસ્ટ મેનેજમેન્ટ, ફંડરેઝિંગ અને બૂથ સ્તરે મજબૂતી વિશે માર્ગદર્શન આપ્યું

જુનાગઢ તા.૧૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, આ વખત નેશનલ લિડરો ગુજરાત ચૂંટણી ઉપર ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યાં છે. હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતના નેતાઓને પ્રશિક્ષિત કરી રહ્યાં છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેઓ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ચૂંટણીની તૈયારીઓને લઈને માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રશિક્ષિણ શિબિરમાં રાહુલ ગાંધી અનેક નેતાઓની ક્લાસ પણ લેવાના છે, તો અનેક નેતાઓને ઘર ભેગા પણ કરી શકે છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસમાં રહીને અન્ય પાર્ટીને મદદ કરતાં અને આળસુ નેતાઓને ફાઈનલ વોર્નિંગ આપવામાં આવી શકે છે અથવા તેમને ઘર ભેગા કરવામાં પણ આવી શકે છે.

      કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી આજે (12 સપ્ટેમ્બર, 2025) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ જૂનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાજરી આપીને જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ શિબિરમાં ગુજરાતના 41 જિલ્લા અને મહાનગરોના પ્રમુખો હાજર રહેશે, જ્યાં રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીને નવી દિશા આપશે. શિબિર પછી તેઓ પોરબંદર તરફ રવાના થશે.

 

રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ વે દ્વારા જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમ (ભવનાથ તળેટી) પહોંચ્યા છે, જ્યાં તાલીમ શિબિર યોજાઈ રહી છે. કાળવા ચોક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. શિબિરમાં રાહુલ ગાંધી લગભગ 3 કલાક સુધી હાજર રહેશે અને આંતરિક સત્રોમાં જિલ્લા પ્રમુખોને સંબોધન કરશે. આ શિબિર 'સંગઠન સર્જન અભિયાન' હેઠળ યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું.

તાલીમ શિબિર ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરવા માટે યોજાઈ રહી છે. રાહુલ ગાંધી જિલ્લા અને મહાનગર કોંગ્રેસ પ્રમુખોને પાર્ટીની વિચારધારા, બંધારણ, વોટર લિસ્ટ મેનેજમેન્ટ, ફંડરેઝિંગ અને બૂથ સ્તરે મજબૂતી વિશે માર્ગદર્શન આપશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આ શિબિરને ભાજપ વિરુદ્ધ લડવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. રાહુલ ગાંધીના માર્ગદર્શનથી પાર્ટીને નવી ઉર્જા મળશે અને તેઓ જિલ્લા પ્રમુખોને ચૂંટણી પસંદગીમાં ભાગીદારીની જવાબદારી આપશે.

શિબિર 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે, અને રાહુલ ગાંધી 17 સપ્ટેમ્બરે પણ હાજર રહેશે. આ શિબિરમાં બહારના નિષ્ણાતો પણ ભાગ લેશે, જેમાં પાર્ટીની વ્યૂહરચના અને જમીન સ્તરે કાર્યકરણ વિશે ચર્ચા થશે. આ પ્રવાસથી ગુજરાત કોંગ્રેસને નવી ઉર્જા મળશે, અને 2027ની ચૂંટણી માટે પાર્ટી તૈયાર થશે.

(2:55 PM IST)