News of Friday, 12th September 2025
વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા : ગામે તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

બાંદીપુર, તા.૧૨: કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વની આસપાસ વાઘ અને દીપડાનો બહુ ત્રાસ ફેલાયેલો છે. આએ દિન વાઘ ગામોમાં ઘૂસી જઈને ગાય-ભેંસ અને પાળેલાં પશુઓ પર હુમલો કરે છે. વાઘ ગામમાં આવીને નુકસાન કરતો હોવાથી ગામલોકોએ વનવિભાગમાં વાઘને પકડીને દૂર મૂકી આવવાની અરજી કરેલી. વનવિભાગે એ અરજી પર કામ કરીને વાઘ પકડવાનું પાંજરું પણ ગામ પાસે મુકાવ્યું હતું, પણ એ પછી કોઈ દેખરેખ રાખી નહીં. એને કારણે પાંજરું હોવા છતાં વાઘ ગામમાં આવ્યો અને વછેરાને મારીને લઈ ગયો. બસ, એ પછી તો ગામલોકોનો ગુસ્સો એટલો ભડકયો કે તેમણે તોફાનો આદરી દીધાં. ફરીથી વાઘ આવ્યો હોવાથી વનવિભાગના કર્મચારીઓ એ ગામમાં આવ્યા, પણ ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા. સિનિયર અધિકારીઓ અને પોલીસ આવ્યા એ પછી માંડ તેમને છોડવામાં આવ્યા હતા.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
