News of Friday, 12th September 2025
સુરત બળાત્કાર કેસ: આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈએ ફરી માંગ્યા કામચલાઉ જામીન, આ વખતે કારણ 'બીમાર માતા'!:
સાંઈને ૩૦ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કાર અને અન્ય અનેક ગુનાઓ માટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી: તે ડિસેમ્બર ૨૦૧૩થી જેલમાં

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫: સુરત બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈએ ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાં કામચલાઉ જામીન માટે અરજી કરી છે. આ વખતે તેમણે પોતાની "બીમાર" માતાને મળવા માટે જામીન માંગ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા અને સૂચનાઓ મેળવવા જણાવ્યું છે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી માટે ૧૬ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
પહેલા પિતાને મળવા મળી હતી જામીન
આ અરજીથી છ મહિના પહેલાં, જૂન મહિનામાં પણ નારાયણ સાંઈને તેમના પિતા આસારામ બાપુને મળવા માટે પાંચ દિવસની કામચલાઉ જામીન મંજૂર કરવામાંઆવ્યા હતા. તે સમયે હાઈકોર્ટે આસારામ બાપુની તબીબી સ્થિતિ અને પિતા-પુત્ર લાંબા સમયથી મળ્યા નહોતા તે હકીકતને ધ્યાનમાં રાખીને 'માનવતાવાદી ધોરણે' જામીન આપ્યા હતા . કોર્ટે તે સમયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જામીન દરમિયાન નારાયણ સાંઈને તેમના કે તેમના પિતાના અનુયાયીઓ સાથે જૂથમાં મળવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
સજા અને જેલનો ઇતિહાસ
નારાયણ સાંઈને ૩૦ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કાર અને અન્ય અનેક ગુનાઓ માટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેઓ ડિસેમ્બર ૨૦૧૩થી જેલમાં છે. નોંધનીય છે કે તેમના પિતા આસારામ બાપુ પણ અલગ-અલગ બળાત્કાર કેસોમાં જેલમાં છે અને તેમની પણ કામચલાઉ જામીન અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
