<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કંડલા મુંબઈ ફ્લાઇટનું મુંબઇ એરપોર્ટ ઉપર ઇમર્જન્સી લેન્ડીંગ: વિમાનમાં ક્રૂ સહિત ૭૮ પ્રવાસીઓના જીવ અદ્ધર

પાછલું ટાયર ફાટતા આગળના ટાયરોના આધારે વિમાન ઉતર્યું, ઉતરાણ સમયે આપાતકાલીન પરિસ્થતિ ઘોષિત કરાઈ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) આજે બપોરે ૨ વાગ્યે કચ્છના કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટની એસજી ૨૯૦૭ ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત સવાર ૭૮ જણાના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ વિમાનના પાછળનું ટાયર ફાટતા વિમાનને માત્ર આગળના ટાયરોના સહારે ઉતરાણ કરવાની ફરજ પડી હતી. પાછળનું વ્હીલ કદાચ રન વે ઉપર પડી ગયું હોઈ મુંબઈમાં લેંડિગ વખતે સમસ્યા સર્જાય તેવી સ્થિતિ બની હતી પરંતુ પાયલોટ દ્વારા પરિસ્થિતિ સંભાળીને ઇમરજન્સી વચ્ચે રન વે નંબર ૨૭ ઉપર સુરક્ષિત લેંન્ડિગ કરવામાં આવ્યું હતું.
જોકે, આ સમગ્ર મામલે વિમાન ઉડ્ડયન પહેલા ઉડવા માટે સુરક્ષિત હતું કે નહીં ? તેની સલામતીની ચેકિંગ માં બેદરકારી હતી? જેવા પ્રશ્નો સાથે ડીજીસીએ તપાસ કરે તો સાચું કારણ બહાર આવે. વિમાની પ્રવાસ સલામત બનાવવા માટે વિમાનોની જાળવણી તેમ જ ઉડ્ડયન પહેલાં ઉડ્ડયન માટે સજ્જ છે તે માટેનું સેફ્ટી ચેકિંગ વધુ સુદ્રઢ બનાવવાની જરૂરત છે.

(7:30 PM IST)