<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

યુએનમાં પાકિસ્તાન પર માનવાધિકાર વકીલનો વીજળીક પ્રહાર: ‘માત્ર ૪ સેકન્ડમાં, પાકિસ્તાન પણ આતંકવાદનું બીજું પ્રાયોજક રાજ્ય છે,’ કહીને ખુલ્લું પાડ્યું!

એક જ વાક્યથી પાકિસ્તાની પ્રતિનિધિ સત્રમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા, અને સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાનની બેવડી નીતિનો થયો પર્દાફાશ!

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક સત્રમાં પાકિસ્તાનને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો, જ્યારે એક માનવાધિકાર વકીલે માત્ર ૪ સેકન્ડમાં દેશની આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પર આકરો પ્રહાર કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે યુએનમાં કતારમાં હમાસના નેતાઓ પર થયેલા ઇઝરાયલી હુમલાની ચર્ચા ચાલી રહી હતી.
 
પાકિસ્તાની પ્રતિનિધિએ કરી દખલગીરી અને ફસાયા
માનવાધિકાર વકીલ અને યુએન વોચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિલેલ ન્યુઅર કતારને "આતંકવાદીઓને આશ્રય આપવા" બદલ વખોડી રહ્યા હતા. જ્યારે તેમણે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના ખાતમાનો ઉલ્લેખ કર્યો, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિ ગુસ્સે થઈને વચ્ચે જ બોલી પડ્યા. તેમણે યુએનએચઆરસીના અધ્યક્ષને વિનંતી કરી કે કોઈ પણ વક્તા સભ્ય દેશોની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ન કરે. પાકિસ્તાની પ્રતિનિધિએ આક્ષેપોને "પાયાવિહોણા" ગણાવ્યા.
 
૪ સેકન્ડનો સણસણતો જવાબ
પાકિસ્તાની પ્રતિનિધિની દખલગીરી બાદ યુએનએચઆરસીના અધ્યક્ષે ન્યુઅરને માઈક પાછું આપ્યું અને કહ્યું કે તેમનો ભાષણ પૂર્ણ કરવા માટે માત્ર ચાર સેકન્ડ બાકી છે. આ તકનો લાભ ઉઠાવતા, ન્યુઅરે પૂરી તાકાત સાથે ગર્જના કરીને કહ્યું: "શ્રીમાન અધ્યક્ષ, પાકિસ્તાન આતંકવાદનું બીજું પ્રાયોજક રાજ્ય છે." આ એક જ વાક્યથી પાકિસ્તાની પ્રતિનિધિ સત્રમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા, અને સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાનની બેવડી નીતિનો પર્દાફાશ થયો.

આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું કે વૈશ્વિક મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાન એકલું પડી રહ્યું છે. આ પહેલા પણ ૨૦૨૦માં, યુએન વોચે પાકિસ્તાનની માનવાધિકાર પરિષદમાં હાજરીને લઈને સખત ટીકા કરી હતી, જેને પાકિસ્તાન દ્વારા પેરિસમાં એક ફ્રેન્ચ શિક્ષકના શિરચ્છેદને સમર્થન આપવા તરીકે જોવામાં આવ્યું હતું. આજના આ ૪ સેકન્ડના વીજળીક હુમલાએ પાકિસ્તાનની આબરૂને ફરી ધૂળમાં મેળવી દીધી છે.

(7:57 PM IST)