News of Friday, 12th September 2025
'જોલી એલએલબી 3' મુશ્કેલીમાં : ફિલ્મ રિલીઝ પહેલા જ કોર્ટમાં પહોંચી : હાઇકોર્ટે 8 લોકોને નોટિસ મોકલી
કોર્ટે 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો : અરજદાર વતી એડવોકેટ પ્રમોદ સિંહ તોમરે દલીલ કરી હતી કે ગીતમાં ન્યાયાધીશ માટે મામુ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો : ભવિષ્યમાં વકીલો અને ન્યાયાધીશોની ગરિમાને ઠેસ પહોંચાડતી સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવે

નવી દિલ્હી : જોલી એલએલબી ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના એક ગીત સામે વાંધો વ્યક્ત કરતી અરજી જબલપુર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં આ અરજીની સુનાવણી થવાની છે, જેમાં 8 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટે 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.
અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ 'જોલી એલએલબી 3' રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના 'ફિકર ના કર તેરા ભાઈ વકીલ હૈ' ગીત સામે વાંધો વ્યક્ત કરતી અરજી જબલપુર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ જ સુનાવણી કરતા કોર્ટે દિગ્દર્શક, નિર્માતા અને બંને કલાકારો સહિત 8 લોકોને નોટિસ ફટકારી છે અને 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી પહેલીવાર કોર્ટરૂમમાં એકબીજા સામે દલીલ કરતા જોવા મળશે.
એડવોકેટ પ્રાંજલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ગળામાં બેન્ડ અને ગાઉન પહેરીને નૃત્ય કરવામાં આવ્યું છે. ઉપરાંત, ગીતમાં 'ફિકર ના કર તેરા ભાઈ વકીલ હૈ' જેવા શબ્દો છે અને કોર્ટરૂમમાં એક નૃત્ય દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. જે કાનૂની વ્યવસાય અને ન્યાયતંત્રની ગરિમાનું અપમાન છે.
બીજી તરફ, અરજદાર વતી એડવોકેટ પ્રમોદ સિંહ તોમરે દલીલ કરી હતી કે ગીતમાં ન્યાયાધીશ માટે મામુ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા શબ્દો ન્યાયતંત્રની છબીને કલંકિત કરે છે. તેમણે માંગ કરી છે કે ફિલ્મમાંથી વિવાદાસ્પદ ગીત દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં વકીલો અને ન્યાયાધીશોની ગરિમાને ઠેસ પહોંચાડતી સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
