News of Friday, 12th September 2025
શું નેપાળમાં ફરી એક વખત રાજાશાહી સ્થપાશે ? : 17 વર્ષ બાદ સક્રિય થતા જોવાયા જ્ઞાનેન્દ્ર શાહ
દરબાર હત્યાકાંડ પછી તેઓ રાજાશાહીના છેલ્લા શાસક પણ હતા :રાજાશાહીનો અંત આવ્યા પછી તેઓ 17 વર્ષ સુધી એકાંતમાં રહ્યા: તેઓ 2025માં કાઠમંડુ પરત ફર્યા

નેપાળમાં જનરેશન ઝેડના વિરોધ પહેલા, રાજાશાહી સમર્થકોનું એક આંદોલન પણ થયું હતું અને તેને 6 મહિના પૂર્ણ થયા છે. તે સમયે આંદોલનકારીઓ રાજા પાછા આવો અને દેશ બચાવોના નારા સાંભળવા મળ્યા હતા. હવે Gen-Zના વિરોધ પછી, ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ ફરીથી સક્રિય જોવા મળી રહ્યા છે.
હકીકતમાં, 2008માં રાજાશાહીના અંત પછી જ્ઞાનેન્દ્ર છેલ્લા 17 વર્ષથી એક સામાન્ય નાગરિકની જેમ જીવી રહ્યા છે અને કાઠમાંડુમાં નિર્મલ નિવાસમાં રહેતા હતા. કેટલાક સમય માટે તેઓ નાગાર્જુન હિલ્સમાં બનેલા તેમના ફાર્મહાઉસમાં પણ રહેતા હતા. માર્ચ 2025માં જ્યારે તેઓ કાઠમંડુ પાછા ફર્યા, ત્યારે હજારો સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમને નિર્મલ નિવાસમાં લઈ ગયા. મે મહિનામાં, તેમણે પરિવાર સાથે શાહી મહેલની મુલાકાત પણ લીધી અને પૂજા પણ કરી હતી.
જ્ઞાનેન્દ્ર શાહ તાજેતરના સમયમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. નેપાળના રાજકીય પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોખરામાં રહીને તેમણે મંદિરો અને તીર્થસ્થાનોની મુલાકાત લઈને સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો. જો નિષ્ણાતોનું માનવું હોય તો, આ તેમના રાજકીય પુનરાગમનનો સંકેત છે.
રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) ખુલ્લેઆમ રાજાશાહી પરત લાવવાની માંગ કરી રહી છે અને નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પણ વાત કરી રહી છે. નેપાળમાં જનતાનો ગુસ્સો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી મોંઘવારીને કારણે ભડકી રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્ઞાનેન્દ્રનું પુનરાગમન અને વધતી જતી સક્રિયતા એ પ્રશ્ન ઉઠાવે છે કે શું રાજાશાહી ફરીથી નેપાળમાં પાછી ફરશે?
નેપાળના રાજકારણમાં મુખ્ય ઘટનાઓ પર નજર નાખીએ તો લોકશાહી ચળવળને કારણે 1951માં રાણા શાસનનો અંત આવ્યો.નેપાળમાં પ્રથમ લોકશાહી ચૂંટણીઓ 1959માં યોજાઈ હતી.1960માં રાજા મહેન્દ્રએ સંસદનું વિસર્જન કર્યું અને પંચાયત વ્યવસ્થા લાગુ કરવામાં આવી.1990માં લોકોના આંદોલનને કારણે બહુપક્ષીય લોકશાહી અને બંધારણીય રાજાશાહીની પુનઃસ્થાપના થઈ.1996-2006 દરમિયાન નેપાળમાં માઓવાદી બળવાને કારણે રાજાશાહીનો અંત લાવવાની માંગણીએ વેગ પકડ્યો. 2001માં દરબાર હત્યાકાંડમાં રાજા બિરેન્દ્ર અને રાજવી પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા. જ્ઞાનેન્દ્ર શાહ ફરીથી રાજા બન્યા. 1950ની શરૂઆતમાં, રાણાઓએ 4 વર્ષના જ્ઞાનેન્દ્રને ગાદી પર બેસાડ્યા હતા.2005માં રાજા જ્ઞાનેન્દ્રએ સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લીધી અને સંસદનું વિસર્જન કર્યું.2006માં એક જન આંદોલનને કારણે સંસદની પુનઃસ્થાપના થઈ અને રાજાશાહી સત્તામાં ઘટાડો થયો. 2008માં રાજાશાહી નાબૂદ કરવામાં આવી અને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું.2015માં નેપાળે નવું બંધારણ અપનાવ્યું, સંઘીય માળખું અપનાવ્યું અને 7 પ્રાંતોની સ્થાપના થઈ.2022માં સામાન્ય ચૂંટણી અને ત્રિશંકુ સંસદ, અસ્થિર ગઠબંધન સરકાર બની.2024માં કેપી શર્મા ઓલી ચોથી વખત વડાપ્રધાન બન્યા. 2025માં GEN-Zનો સરકાર સામે વિરોધ અને કેપી શર્મા ઓલીનું રાજીનામું આપ્યું.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
