હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે દવાઓ સસ્તી થશે : સરકારે GST દર ઘટાડતા NPPAનો મોટો આદેશ : કંપનીઓને તાત્કાલિક MRP સુધારવા નિર્દેશ
દવા ઉત્પાદક કંપનીઓ અને માર્કેટિંગ કંપનીઓને GST કાપનો લાભ સીધો ગ્રાહકોને આપવા જણાવાયું : જૂના સ્ટોક પર રી-લેબલિંગ ફરજિયાત નથી : કિંમતોમાં ઘટાડો ગ્રાહકો માટે મોટી રાહત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દવાઓ પર જીએસટી (GST) દરોમાં ઘટાડો કરતા, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ એક મોટો આદેશ જારી કર્યો છે. NPPA એ તમામ દવા ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે જે દવાઓ પર GST દરમાં ઘટાડો થયો છે, તેના મહત્તમ છૂટક ભાવ (MRP) માં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે. આ પગલાંનો હેતુ ટેક્સમાં ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.
NPPA એ સ્પષ્ટતા કરી છે કે પહેલાથી ઉત્પાદિત (અથવા ન વેચાયેલા) સ્ટોક પર રી-લેબલિંગ, રી-સ્ટિકરિંગ અથવા પરત ખેંચવું ફરજિયાત નથી. જોકે, અમુક શરતોને આધીન, કંપનીઓ આ પ્રક્રિયા સ્વૈચ્છિક ધોરણે કરી શકે છે. આદેશ મુજબ, જ્યારે પણ સરકાર કોઈ દવા પર GST કે અન્ય કોઈ ટેક્સ ઘટાડે, ત્યારે તેની MRP તે જ પ્રમાણમાં ઘટાડવી પડશે. આનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે અને તેમને દવાઓ પર ઓછો ખર્ચ કરવો પડશે.
NPPAના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ માત્ર સુધારેલી કિંમતની યાદી (પ્રાઇસ લિસ્ટ) જારી કરીને રિટેલરો અને રાજ્ય નિયંત્રકોને પહોંચાડે, તો પણ કાયદાકીય પાલન માટે તે પૂરતું ગણાશે. આ પગલાંથી કંપનીઓને મોંઘા રી-લેબલિંગ અથવા સ્ટીકરિંગની જરૂરિયાત રહેશે નહીં.
તાજેતરમાં, સરકારે કેટલીક દવાઓ પર GST દર ૧૨% થી ઘટાડીને ૫% કર્યો છે અને કેટલીક જીવનરક્ષક દવાઓ પર ૫% થી ઘટાડીને શૂન્ય ટકા કર્યો છે. આ ફેરફારોને કારણે દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
