News of Saturday, 13th September 2025
પરિસ્થિતિ સામાન્ય થયા પછી કાઠમંડુમાંથી કર્ફયુ હટાવાયો
નેપાળમાં શાંતિનો નવો સૂર્ય ઉગ્યો : ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા : હિંસાને કારણે હોટેલ ઉદ્યોગને ભારે નુકસાન

કાઠમંડુ, તા.૧૩: હિંસા, રમખાણો અને આગચંપી પછી, હવે નેપાળમાં શાંતિ પાછી ફરી રહી છે. રાજધાની કાઠમંડુમાં સેના દ્વારા લાદવામાં આવેલ કફર્યુ અને પ્રતિબંધક આદેશો આજે સવારે ૫ વાગ્યાથી હટાવી લેવામાં આવ્યા છે. વચગાળાની સરકારની રચના પછી, સુરક્ષા દળોએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જોકે, રસ્તાઓ પર સેનાની હાજરી થોડા વધુ દિવસો સુધી રહેવાની ધારણા છે.
ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે ગઈકાલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે રાજધાનીની શેરીઓમાં ધીમે ધીમે સામાન્ય વાતાવરણ પાછું ફરી રહ્યું છે. સ્થાનિક રહેવાસી સુમન શિવકોટીએ કહ્યું, ‘મને આશા છે કે સુશીલા કાર્કી નેપાળ માટે એક નવા યુગની શરૂઆત કરશે.ઁ દેશને વધુ સુરક્ષિત રાખવો અને વિકાસને આગળ ધપાવવો મહત્વપૂર્ણ છે.'
હોટેલ ઉદ્યોગને ૨૫ અબજ ડોલરનું નુકસાન થયું છે.
તાજેતરમાં થયેલા ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં હિંસાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનોમાં મળત્યુઆંક ૫૧ પર પહોંચી ગયો છે. આમાં ૨૧ વિરોધીઓ, ૯ કેદીઓ, ૩ પોલીસકર્મી અને ૧૮ અન્ય લોકોનો સમાવેશ થાય છે.
હિંસાએ નેપાળના હોટેલ ઉદ્યોગને સૌથી વધુ અસર કરી છે. અહેવાલો અનુસાર, લગભગ બે ડઝન હોટલોમાં તોડફોડ, લૂંટફાટ અને આગજનીની ઘટનાઓને કારણે આ ક્ષેત્રને ૨૫ અબજ નેપાળી રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
નેપાળ પોલીસે દેશભરમાં હિંસા, આગજની અને લૂંટફાટની ઘટનાઓ અંગે જનતાને સહયોગ માટે અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે જેની પાસે આ ઘટનાઓ સંબંધિત વીડિયો અથવા પુરાવા છે તે તેને શેર કરે જેથી ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરી શકાય. આ માટે, પોલીસે એક સત્તાવાર ઇમેઇલ જારી કરીને આવા બધા વીડિયો મોકલવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું. સોમવારના વિરોધ પ્રદર્શનમાં થયેલા મળત્યુ અંગે સેંકડો વિરોધીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. સોમવારે રાત્રે જ સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
ઓલીના રાજીનામા પછી પણ હિંસા અટકી ન હતી અને વિરોધીઓએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ કાર્યાલય, વડા પ્રધાન નિવાસસ્થાન, સરકારી કાર્યાલયો, રાજકીય પક્ષના કાર્યાલયો અને વરિષ્ઠ નેતાઓના ઘરોમાં આગ લગાવી દીધી હતી.
શુક્રવારે બપોરે, કાઠમંડુના પશુપતિનાથ મંદિર સંકુલમાં સ્થિત આર્યઘાટ ખાતે બાગમતી નદીના કિનારે ઘણા મળતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ ૧,૭૦૦ લોકો ઘાયલ થયા હતા. આમાંથી લગભગ ૧,૦૦૦ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાઠમંડુ ખીણમાં નેપાળ પોલીસની પ્રવળત્તિઓ ધીમે ધીમે પાટા પર આવી રહી છે અને વિરોધીઓ દ્વારા તોડફોડ કરાયેલા અથવા આગ લગાડવામાં આવેલા પોલીસ સ્ટેશનો અને ચોકીઓ ફરીથી કાર્યરત થઈ રહી છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
