News of Saturday, 13th September 2025
ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વ ભાવનગર મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ ઝડપી કામગીરીને જોઈ નાગરિકો પણ આશ્ચર્યમાં મૂકાયા
નરેન્દ્રભાઈ મોદીના આગમન અને ભવ્ય સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ : મનપા ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ : બિસ્માર રોડ-રસ્તાઓની મરામતનો દોર આખરે શરૂ થયો

ભાવનગર તા.૧૩ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન, વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અને ભવ્ય સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગરનું મનપા ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે, પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી બિસ્માર રોડ-રસ્તાઓની મરામતનો દોર આખરે શરૂ થયો છે.
વડાપ્રધાન મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ ભાવનગર આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના આગમન પૂર્વ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. મનપા દ્વારા બિસ્માર રોડ-રસ્તાઓની મરામત શરૂ કરાઈ છે. ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડ બનવવાનું શરૂ થઈ ગયું છે. માહિતી અનુસાર, ભાવનગર એરપોર્ટથી સુભાસનગર જતા માર્ગ પર ડામર પાથરવાનું કામ શરૂ થયું છે. સાથે જ રોડની બાજુમાં ઊગેલા ઝાડી-ઝાંખરાને હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
20 તારીખે જવાહર મેદાન ખાતે જાહેરસભાને કરશે સંબોધન. ગુજરાત મેરીટાઈમ બોર્ડના કાર્યક્રમમાં આપશે હાજરી.
મનપાની કામગીરી જોઈ નગારિકો આશ્ચર્ચમાં!
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વ ભાવનગર મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ ઝડપી કામગીરીને જોઈ નાગરિકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. કેટલાક લોકોનું કહેવું છે જનતાની પોકાર ઘોરનિંદ્રામાં સૂતેલા મનપાનાં અધિકારીઓ સુધી તો ન પહોંચી પરંતુ, વડાપ્રધાન મોદીના આગમનથી બિસ્માર રોડ-રસ્તાનું સમારકામ શરૂ થયું એ સારી વાત છે. જ્યારે, કેટલાક લોકોએ આશા વ્યક્ત કરી કે જેમ પીએમ મોદીના આગમન પહેલા મનપાનાં ઉદાસીન અધિકારીઓ જાગ્યા છે તેમ જનતાની પણ સમસ્યાઓ અને જીવન જરૂરિયાત સુવિધા અંગે પણ જાગૃત રહે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
