<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ વખતે ટેકનીનકલ ખામી સર્જાયઃ ૧પ૧ મુસાફરોનો જીવ તાળવે ચોંટયા

કેપ્ટને રનવે પૂરો થાય તે પહેલાં જ ચાલાકીપૂર્વક વિમાનને રોકી દીધુઃ આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ ઑન બોર્ડ હતા

નવી દિલ્‍હીઃ  ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું. અહીં દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટ ટેકઓફ દરમિયાન રનવે પર અટકી ગઈ. કેપ્ટને સમયસર વિમાન રોક્યું અને 151 મુસાફરોના જીવ બચાવ્યા. આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ ઑન બોર્ડ હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાને રનવે પર ગતિ પકડી હતી, પરંતુ તેમ છતાં તે હવામાં ઉડાન ભરી શક્યું ન હતું. ફ્લાઇટના કેપ્ટને રનવે પૂરો થાય તે પહેલાં જ ચાલાકીપૂર્વક વિમાનને રોકી દીધું. આ ઘટનાને કારણે વિમાનમાં રહેલા મુસાફરો ગભરાઈ ગયા. જોકે, બધા મુસાફરો સુરક્ષિત રહ્યા. બાદમાં એરલાઇન્સે બધાને બીજી ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલી દીધા.

(11:26 AM IST)