<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

કેનેડામાં ગેંગવોરની બે અલગ અલગ ઘટના બે પંજાબી યુવાનોની હત્‍યા

બીસી પોલીસ દ્વારા પણ આ કેસનો તપાસ કરવામાં આવી રહી છે.

નવી દિલ્‍હીઃ કેનેડામાં બે અલગ -અલગ ઘટનાઓમાં બે પંજાબી યુવાનોના મોત થયા હતા. પહેલી ઘટના લેંગલી, બીસીમાં બની હતી જયાં એક યુવાનની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ ર૪ વર્ષીય તરણ પંધેર તરીકે થઇ છે. લેંગલી, બીસીમાં ટેકસીમાં ચઢતી વખતે તરણને નિશાન બનાવવામાં આવ્‍યો હતો. બીજી તરફ, બર્નાબીમાં એક યુવાની ગોળી મારીને હતયા કરવામાં આવી હતી. જેની ઓળખ ૩૪ વર્ષીય શાહેબ અબ્‍બાસી તરીકે થઇ છે અને બીસી પોલીસ દ્વારા પણ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

 

(12:32 PM IST)