<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

'હું સત્તાનો સ્વાદ ચાખવા નથી આવ્યો', વચગાળાના પીએમ બન્યા પછી સુશીલા કાર્કીનું નિવેદન

નેપાળ વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ પદ સંભાળના કહ્યું ક્રુતાની ઘટનામાં સામેલ લોકોની તપાસ કરવામાં આવશે

નવી દિલ્‍હીઃ વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ 14 સપ્ટેમ્બરે નેપાળમાં કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળતાની સાથે જ પીએમ સુશીલા કાર્કી એક્શન મોડમાં આવી ગયા છે. સૌ પ્રથમ, તેમણે યુવાનો પર થયેલી ક્રૂરતાની તપાસ અંગે વાત કરી. કહ્યું કે ક્રૂરતાની ઘટનામાં સામેલ લોકોની તપાસ કરવામાં આવશે. આ પછી, કડક વલણ દર્શાવતા તેમણે કહ્યું કે હું અને મારી ટીમ અહીં સત્તાનો સ્વાદ ચાખવા નથી આવ્યા. કહ્યું કે અમે છ મહિનાથી વધુ સમય રહીશું નહીં. અમે નવી સંસદને જવાબદારી સોંપીશું. તમારા સહયોગ વિના અમને સફળતા મળશે નહીં.

વચગાળાના વડા પ્રધાન માટે ઘણા નામો ચર્ચામાં હતા. ૧૨ સપ્ટેમ્બરે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે આ ચર્ચા બંધ થઈ ગઈ. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને શપથ લેવડાવ્યા. આ પ્રસંગે કાર્કી સાથે ઘણા યુવા નેતાઓ પણ હાજર હતા.

(12:59 PM IST)