હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'મારા જીવનની સૌથી મોટી ભૂલ... હસીન જહાં સાથેના લગ્ન અંગે મોહમ્મદ શમીએ શું કહ્યું જાણો
જીવત તમને ઘણું શીખવે છે, હું સ્વીકારૂ છુ કે આ મારા જીવનની એક મોટી ભૂલ હતી, પરંતુ હું કોઇને દોષ આપતો નથી, એ મારૂ ભાગ્ય હતું

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. શમી પણ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. શમી ઘણીવાર તેની પૂર્વ પત્ની હસીન જહાં સાથેના તેના સંબંધો વિશે વાત કરતો જોવા મળે છે. મોહમ્મદ શમીએ હાલમાં ફરી એકવાર તેની પૂર્વ પત્ની હસીન જહાંને લઈને નિવેદન આપ્યું છે.
એક મીડિયા સાથેની વાતમાં મોહમ્મદ શમીએ હસીન જહાં સાથેના લગ્ન વિશે કહ્યું, "જીવન તમને ઘણું શીખવે છે. હું સ્વીકારું છું કે આ મારા જીવનની એક મોટી ભૂલ હતી, પરંતુ હું કોઈને દોષ આપતો નથી, તે મારું ભાગ્ય હતું."ટીમમાં પસંદગી ન થવા અંગે શમીએ કહ્યું, "તે ખૂબ જ મુશ્કેલ હતું અને તે તમને ખૂબ દુઃખ પહોંચાડે છે. મોહમ્મદ શમી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. શમીને એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. મોહમ્મદ શમી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
