હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક અઠવાડિયા બાદ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત : સ્થિતિ સામાન્ય થતા સત્તાવાળાઓએ નિયંત્રણો હળવા કર્યા
AAP ધારાસભ્ય મેહરાજ મલિકની અટકાયત બાદ થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા ; સુરક્ષા દળો હટાવાયા : બજારો ફરી ધમધમ્યા : પરંતુ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં લગભગ એક અઠવાડિયાના પ્રતિબંધો બાદ રવિવારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત બાદ અહીંની પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.
આમ આદમી પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ મેહરાજ મલિકની ૮ સપ્ટેમ્બરે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. તેમની અટકાયત બાદ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના પગલે સત્તાવાળાઓએ પ્રતિબંધક આદેશો લાગુ કર્યા અને મોબાઈલ ઇન્ટરનેટ તેમજ બ્રોડબેન્ડ સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
શનિવારે બપોરથી લોકોની અવરજવર પરના પ્રતિબંધો છ કલાક માટે હળવા કરવામાં આવ્યા હતા. આ નિર્ણય ડીઆઈજી શ્રીધર પાટીલ, ડેપ્યુટી કમિશનર હરવિન્દર સિંહ, અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ કુમાર મહેતા દ્વારા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો સહિત સિવિલ સોસાયટીના સભ્યો સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધિકારીઓએ ખાતરી આપી હતી કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ પ્રતિબંધો તબક્કાવાર રીતે હળવા કરવામાં આવશે.
રવિવારે સવારે બજારો ફરી ખુલતા સુરક્ષા દળોને પણ હટાવી લેવામાં આવ્યા હતા, અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. બેઠકમાં વ્યાપાર મંડળ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ જાહેર વ્યવસ્થા જાળવવામાં જિલ્લા વહીવટીતંત્રને સક્રિય સહયોગ અને સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કલમ ૧૬૩ BNSS હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોને તબક્કાવાર રીતે હટાવવા વિનંતી કરી હતી જેથી સામાન્ય નાગરિકોને રાહત મળે.
ડીઆઈજીએ શાંતિ જાળવવામાં સહકાર આપવા બદલ ડોડાની જનતા અને અન્ય હિતધારકોની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે વેપારી સમુદાયને સીસીટીવી કેમેરા સક્રિય રાખવા અને તોફાની તત્વોની ગતિવિધિઓ પર નજર રાખવાની પણ અપીલ કરી. ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા સંબંધિત લોકોની સમસ્યાઓનું ૨૪ કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
