<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભારત-અમેરિકા સંરક્ષણ સોદો: ૬ નવા પી–૮૧ એરક્રાફ્ટ માટે ૪ અબજ ડોલરના સોદાની વાતચીત ચાલુ

અમેરિકી સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે.

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકી સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારતીય નૌકાદળ માટે છ વધારાના પી–૮૧ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટની ખરીદી અંગેના $૪ બિલિયન ડોલર (આશરે ₹૩૩૦૦૦ કરોડ) ના સોદાને અંતિમ ઓપ આપવાનો છે.

 

પી–૮૧ એરક્રાફ્ટ, જેને 'સમુદ્રનો શિકારી' પણ કહેવામાં આવે છે, તે સબમરીનને શોધવા અને નષ્ટ કરવા તેમજ સમુદ્રી વિસ્તારમાં લાંબા અંતર સુધી દેખરેખ રાખવા માટે વિશ્વના સૌથી આધુનિક વિમાનોમાંનું એક છે. ભારત પાસે હાલમાં ૧૨ પી–૮૧ વિમાનોનો કાફલો છે. આ નવા છ વિમાનોના ઉમેરાથી હિંદ મહાસાગરમાં ભારતની સબમરીન વિરોધી યુદ્ધ અને જાસૂસી ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે.

(5:04 PM IST)